અદાણી પોર્ટ્સનો Q1નફો 83% વધી રૂ. 2115 કરોડ; આવક 24% વધી
અમદાવાદ, 8 ઓગસ્ટઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને જૂન 2023માં પૂરા થયેલા ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 82.57 ટકા વધીને રૂ. 2,114.72 કરોડ (રૂ. 1158.28 કરોડ) નોંધાવ્યો છે. આવક 23.51 ટકા વધી રૂ. 6,247.55 કરોડ (રૂ. 5,058.09 કરોડ) થઈ છે. જૂન ત્રિમાસિકમાં EBITDA વાર્ષિક ધોરણે 80 ટકા વધીને રૂ. 3,765 કરોડ થઈ છે, એમ કંપનીએ જણાવ્યું હતું. કાર્ગો વોલ્યુમ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 101 MMTથી વધુ થયું હતું, જે 15 ટકાના કન્ટેનર વૃદ્ધિ દ્વારા સમર્થિત હતું. અદાણી પોર્ટ્સે ઈઝરાયેલમાં હાઈફા પોર્ટ હસ્તગત કરવા માટે $1.2 અબજ ચૂકવ્યા હતા. શિપિંગ કન્ટેનરની દ્રષ્ટિએ હાઇફા બંદર દેશનું બીજું સૌથી મોટું બંદર છે અને પ્રવાસી ક્રૂઝ જહાજોની શિપિંગમાં સૌથી મોટું છે.
અદાણી પોર્ટ્સ 4500 કરોડનું મૂડીરોકાણ કરશે
નાણાકીય વર્ષ 2023-24માં અદાણી પોર્ટ્સ 370-390 MMT કાર્ગો વોલ્યુમની અપેક્ષા રાખે છે જેના પરિણામે રૂ. 24,000-25,000 કરોડની આવક અને રૂ. 14,500-15,000 કરોડની EBITDA થશે. વર્ષ દરમિયાન કુલ મૂડી રોકાણ રૂ. 4,000-4,500 કરોડ રહેવાની ધારણા છે.
ભારતમાં અદાણી પોર્ટ્સનો બજાર હિસ્સો લગભગ 200bps વધીને 26 ટકા થયો હતો. અદાણી પોર્ટ્સના સીઈઓ કરણ અદાણીએ જણાવ્યું હતું કે, કંપનીની કુલ પોર્ટ ક્ષમતાના 50 ટકાથી વધુને લગભગ 6 દિવસ માટે પ્રતિકૂળ અસર થઈ હોવા છતાં APSEZએ Q1 FY24 દરમિયાન તેનું અત્યાર સુધીનું સૌથી મજબૂત ત્રિમાસિક ઓપરેટિંગ પ્રદર્શન આપ્યું હતું, જેમાં અત્યાર સુધીના સૌથી વધુ ત્રિમાસિક કાર્ગો વોલ્યુમ, આવક, EBITDA અને સ્થાનિક બજાર હિસ્સામાં લગભગ 200bps ઉછાળો આવ્યો હતો.
APSEZના સ્થાનિક કાર્ગો વોલ્યુમમાં 8 ટકાનો વધારો નોંધાયો છે, જે સમાન સમયગાળામાં ભારતના કાર્ગો વોલ્યુમ વૃદ્ધિ દર 3 ગણો છે. મુન્દ્રાએ Q1 FY24માં 1.72 Mn TEUs હેન્ડલ કર્યા હતા, જે તેના નજીકના હરીફ કરતાં 12 ટકા વધારે છે. કૃષ્ણપટ્ટનમ પોર્ટે ત્રિમાસિક ગાળાના તમામ ત્રણ મહિનામાં 5 MMT કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરીને મજબૂત વોલ્યુમ રેકોર્ડ કર્યા હતા.