અમદાવાદ, ૨૮ જૂન: અદાણી પાવર લિ. (APL)સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL), એ ભારતના ઝારખંડ જિલ્લામાં ગોડ્ડા ખાતે આવેલા તેના 2 X 800 મેગાવોટ ક્ષમતાના બીજા અલ્ટ્રા-સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટ (“Godda USCTPP”) ના વાણિજ્યક કામગીરીનો આરંભ કર્યો છે. ગત 6ઠ્ઠી એપ્રિલે ૮૦૦ મેગાવોટ ક્ષમતા ધરાવતા પાવર પ્લાન્ટના પ્રથમ એકમે પણ તેની કોમર્સિઅલ ઓપરેશન ડેટ હાંસલ કરી હતી. ગોડ્ડાના આ અલ્ટ્રા સુપર ક્રિટીકલ પાવર પ્લાન્ટ USCTPP માંથી બાંગ્લાદેશના ગ્રીડને વીજ પુરવઠો ૫ૂરો પાડવામાં આવતા બાંગ્લાદેશની ઊર્જા સુરક્ષામાં વધુ ઉમેરો થશે. બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB) સાથે ૨૫-વર્ષના સમયગાળા માટે થયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) અંતર્ગત ૨X૮૦૦ મેગાવોટ ક્ષમતાના ગોડ્ડા અલ્ટ્રા સુપર ક્રિટીકલ પાવર પ્લાન્ટમાંથી અદાણી પાવર ઝારખંડ લિ.( APJL) બાંગ્લાદેશ ગ્રીડ સાથે જોડાયેલ ૪૦૦ કીલોવોટ ક્ષમતાની સમર્પિત ટ્રાન્સમિશન સિસ્ટમ મારફત ૧,૪૯૬ મેગાવોટ નેટ ક્ષમતાનો પાવર સપ્લાય કરશે.

ગોડ્ડા પ્રોજેક્ટના પ્રથમ એકમ ૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૩ના અને બીજુ એકમ ૨૬મી જૂન, ૨૦૨૩ના અર્થાત લગભગ અઢી મહિનાના સમયગાળામાં ગોડ્ડા પ્રોજેક્ટનું વાણિજયક કામકાજ શરુ કર્યું છે. આ મૂળભૂત પ્રોજેક્ટ અત્યાધુનિક અલ્ટ્રા-સુપરક્રિટીકલ ટેકનોલોજીનો પરિચય આપે છે. વધુમાં પર્યાવરણને અનુકૂળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે,  પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેન્જ મંત્રાલય દ્વારા નિર્ધારિત વર્તમાન ઓપરેટિંગ ધોરણો સાથે સૂમેળ સાધીને અસરકારક રીતે ઉત્સર્જન ઘટાડવા માટે ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝર (FGD) અને સિલેક્ટિવ કેટાલિટીક રિકન્વર્ટર (SCR) સિસ્ટમથી આ પ્લાન્ટ સજ્જ છે.