મુંબઈ, 13 માર્ચ: ભારતની સૌથી મોટી પીઆર કન્સલ્ટન્સી કંપનીની ક્રિકેટ ટીમ એડફેક્ટર્સ યુનાઇટેડ પબ્લિક રિલેશન્સ પ્રીમિયર ક્રિકેટ લીગ (PRPCL) 2023, વેસ્ટ એડિશનમાં 11 માર્ચ, 2023ના રોજ વિજેતા જાહેર થઈ હતી. પબ્લિક રિલેશન્સ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (PRCAI) દ્વારા આયોજિત આ ટૂર્નામેન્ટની ફાઇનલ મુંબઈના ખાર જીમખાનમાં યોજાઈ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં એડફેક્ટર્સ યુનાઇટેડએ PRPCLના ઇતિહાસમાં નવો રેકોર્ડ સ્થાપિત કરીને ફક્ત 6 ઓવરમાં 131 રન બનાવ્યાં હતાં. ટીમે +4.77ના પોઝિટિવ નેટ રનરેટ સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ટૂર્નામેન્ટમાં +2ના ફરક સાથે સૌથી વધુ નેટ રનરેટ જાળવી રાખ્યો હતો. આ વિજય પર એડફેક્ટર્સ પીઆરના સીઇઓ નિજય એન નાયરે કહ્યું હતું કે, અમારા આંતરિક વિકાસ કાર્યક્રમો હોય કે સંપૂર્ણ ઔદ્યોગિક સ્તરે સ્પર્ધા હોય, અમને ગંભીરતાપૂર્વક રમત અને ખેલદિલીની ભાવનાને નવા સ્તરે લઈ ગયા છીએ. એડફેક્ટર્સ યુનાઇટેડના કેપ્ટન ઓમકાર જલગાંવકરે કહ્યું હતું કે, પશ્ચિમ ભારતની શ્રેષ્ઠ પીઆર કંપનીઓ એકમંચ પર આવી હતી અને ક્રિકેટમાં તેમની પ્રતિભા દર્શાવી હતી. એડફેક્ટર્સ યુનાઇટેડનો વિજય તેમના ખેલાડીઓના ટીમવર્ક, સમર્પણ અને ક્રિકેટ માટેના શોખનો પુરાવો છે. ટીમ આગામી વર્ષે ટાઇટલ જાળવી રાખવા આતુર છે.