અમદાવાદ, 2 સપ્ટેમ્બર: અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ   REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ.પાસેથી ઇરાદા પત્ર (LOI) પ્રાપ્ત કર્યા બાદ ખાવડા ફેઝ-IV ભાગ-A ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું SPV સંપાદન પૂર્ણ કર્યું છે તેમ આજે જણાવ્યું હતું. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 GW રિન્યુએબલ એનર્જીના ઇવેક્યુએશન માટે RECPDCL દ્વારા આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પર્પઝ વેહીકલ ખાવડા IVA પાવર ટ્રાન્સમિશન લિમિટેડ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) દ્વારા હસ્તગત કરવામાં આવી છે. નેશનલ ગ્રીડનો ભાગ ખાવડા IVA ટ્રાન્સમિશન લાઇન ગુજરાતના ખાવડાથી લાકડિયા ખાવડાથી ભુજ 765 kV ડબલ સર્કિટ બન્ને લાઇનને જોડીને 4,500 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સ્થાપિત કરી 7 GW રિન્યુએબલ એનર્જી બહાર કાઢવામાં મદદ કરશે.

AESLને ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા મારફત આપવામાં આવેલ આ પ્રોજેક્ટ BOOT (બિલ્ડ, ઓન ઓપરેટ અને ટ્રાન્સફર) ધોરણે આગામી 24 મહિનામાં કાર્યાન્વિત કરાશે અને 35 વર્ષ સુધી તેની જાળવણી કરશે.

કંપની ટ્રાન્સમિશન પ્રોજેક્ટ બનાવવા માટે 4,091 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટમાં 300 MVAr STATCOM અને 3×1500 MVA, 1×330 MVAr, 765 kV અને 1×125 MVAr, 420 kV બસ રિએક્ટર સાથે 765/400 kV ઇન્ટર-કનેક્ટિંગ ટ્રાન્સફોર્મર (ICTs) ની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે તેવું કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કંદર્પ પટેલે જણાવ્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)