અમદાવાદના હાજર ભાવ

ચાંદી ચોરસા79000-81000 (-500)
ચાંદી રૂપું78800- 80800 (-500)
સિક્કા જૂના750- 1000
999 સોનું72500-74500 (+500)
995 સોનું72300-74300 (+500)
હોલમાર્ક73010 (+490)

અમદાવાદ, 24 એપ્રિલઃ

અમદાવાદ સોના-ચાંદી બજારમાં હાજરમાં સોનું 10 ગ્રામદીઠ રૂ. 500 વધ્યું હતું. તો સામે ચાંદી 1 કીલોદીઠ રૂ. 500 ઘટી હતી. હાજરમાં 995 સોનું રૂ. 72300-74300 (-500), 999 સોનું 72500-74500 (-500), ચાંદી ચોરસા 79000-81000 (+500), ચાંદી રૂપું 78800- 80800 (+500)ની સપાટીએ રહ્યા હતા.

દરમિયાનમાં એમસીએક્સ ખાતે MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.70,987ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,190 અને નીચામાં રૂ.70,730ના મથાળે અથડાઈ, રૂ.247 ઘટી રૂ.70,782ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.348 વધી રૂ.58,420 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.177 ઘટી રૂ.6,992ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.140 ઘટી રૂ.71,450ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.80,753ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.81,055 અને નીચામાં રૂ.80,267ના મથાળે અથડાઈ, રૂ.363 ઘટી રૂ.80,315ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.315 ઘટી રૂ.80,030 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.374 ઘટી રૂ.79,983 બોલાઈ રહ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)