અમદાવાદ, 20 મેઃ પ્યોર વેજ એનિમલ હેલ્થકેર સોલ્યુશન્સ કંપની અજૂની બાયોટેક લિમિટેડ (NSE – AJOONI) 21 મે, 2024ના રોજ તેનો રૂ. 43.81 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ ખોલવા જઈ રહી છે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો જમીનની ખરીદી, સાઇટ ડેવલપમેન્ટ અને સિવિલ વર્ક, પ્લાન્ટ અને મશીનરી ખરીદવા, કાર્યશીલ મૂડીની જરૂરિયાતો માટે આંશિક ભંડોળ માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેના નાણાંકીય ખર્ચ માટે ઉપયોગ કરવાં આવશે. કંપનીના રાઇટ્સ ઇશ્યૂ શેરદીઠ રૂ. 5ના ભાવે ઓફર કરવામાં આવી રહ્યા છે જે 18 મે, 2024ના રોજ રૂ. 6.5ના શેરના બંધ ભાવ પર 20 ટકાથી વધુના ડિસ્કાઉન્ટ ભાવે છે. રાઇટ્સ ઇશ્યૂ 31 મે, 2024ના રોજ બંધ થશે. કંપની પ્રમોટર ગ્રુપ પણ આ રાઇટ્સ ઇશ્યૂમાં ભાગ લઈ રહ્યા છે.

અજૂની બાયોટેક લિમિટેડ (પ્યોર વેજ એનિમલ હેલ્થકેર કંપની)

ઇશ્યૂ ખૂલે છેઇશ્યૂ પ્રાઇઝઇશ્યૂ બંધ થાય છે
21 મે,  2024ઇક્વિટી શેરદીઠ રૂ. 531 મે, 2024

કંપની પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ રૂ. 5ના ભાવે કેશમાં પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 8,76,13,721 ફુલ્લી પેઇડ અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 43.81 કરોડ જેટલું થાય છે. સૂચિત રાઇટ્સ ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:1 છે અર્થાત 7 મે, 2024ની રેકોર્ડ ડેટ પર લાયક ઇક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા પ્રત્યેક 1 ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 2નો 1 રાઇટ્સ ઇક્વિટી શેર. રાઇટ્સ એન્ટાઇટલમેન્ટસના ઓન-માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 27 મે, 2024 છે.

કંપની પંજાબના ખન્નામાં જી. ટી. રોડ ખાતે 87,000 ચોરસ ફૂટ વિસ્તારમાં રૂ. 16.50 કરોડના રોકાણ સાથે નવો પ્લાન્ટ (તેમના હાલના પ્લાન્ટની બાજુમાં) ઊભો કરવાની યોજના ધરાવે છે. નવું યુનિટ 3 ટકાની વ્યાજ રાહત, ભારત સરકાર દ્વારા ઓફર કરાતી રૂ. 50 લાખની કેપિટલ સબસિડી, 100 ટકા જીએસટી અને 100 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ સહિતના અનેક પ્રોત્સાહનોને માટે લાયક રહેશે.

અજૂની બાયોટેક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જસજોત સિંહે જણાવ્યું હતું કે અમે નવા ડીલરોની નિમણૂંક કરવાની પ્રક્રિયામાં છીએ અને પહેલા મહિનામાં જ કંપની દ્વારા સમગ્ર ભારતના આધારે 100થી વધુ ડીલરોની નિમણૂક કરવામાં આવી છે. ક્રિસિલ લિમિટેડે કંપનીના લાંબા ગાળાની ક્રેડિટ ફેસિલિટીઝનું રેટિંગ વધારીને “CRISIL BB+/ Stable” કર્યું છે. આ અપગ્રેડ કંપનીના રિસ્ક પ્રોફાઇલ, રેવન્યુ સ્ટ્રીમ્સ અને ઓપરેશનલ નફાકારકતાને સુધારવા માટેના ચાલી રહેલા પ્રયાસો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીએ રૂ. 74.5 કરોડનું વેચાણ અને રૂ. 1.12 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આગામી 2-3 વર્ષમાં કંપની નાણાંકીય વર્ષ 2026-27માં રૂ. 250-270 કરોડની રેન્જમાં તેનું ટર્નઓવર રહેશે તેવી ધારણા સેવે છે અને ચોખ્ખા નફાનું માર્જિન ટર્નઓવરના 5 ટકા રહે તેવી આશા રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)