સુરત, 16 ઓગસ્ટ: અમી ઓર્ગેનિક્સે 30 જૂન, 2023ના રોજ સમાપ્ત થયેલા ત્રિમાસિકના નાણાંકીય પરિણામોની ઘોષણા કરી છે. તે અનુસાર કામગીરીમાંથી આવક 8.7 ટકા વધી ₹ 1,424 મિલિયન, EBITDA 9.7 ટકા YoY વધીને ₹  252 મિલિયન, PAT 12.0 ટકા YoY વધીને ₹167 મિલિયન નોંધાયા છે.

કોન્સોલિડેટેડ પરિણામ– Q1FY24

વિગતો Q1-24Q1-23YoY%Q4-23QoQ%
આવક142413108.71864(23.6)
કુલ નફો637639 813 
ગ્રોસમાર્જિન44.8%48.8% 43.6% 
EBITDA2522299.7408(38.4)
EBITDA%17.7%17.5% 21.9% 
PAT16714912272(38.8)
PAT%11.7%11.3% 14.6% 
(મિલિયન રૂ.)

અમી ઓર્ગેનિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ ચેરમેન નરેશ પટેલે રિઝલ્ટ વિશે જણાવ્યું કે કામકાજમાંથી આવક (ઓપરેશન્સ ઇન્કમ) 9 ટકા વધીને રૂ. 142 કરોડ થઇ છે. આ વૃદ્ધિને એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિયેટ બિઝનેસમાં સ્થિર પરિપેક્ષ્ય સાથે સ્પેશિયાલિટી કેમિકલ્સ બિઝનેસમાં મજબૂત ગતિ દ્વારા આગળ ધપાવી હતી. આ સેગમેન્ટ મુજબ, મારું માનવું છું કે, એડવાન્સ ઇન્ટરમીડિયેટ બિઝનેસ Q2FY24 થી મજબૂત રીતે રિકવર થશે તેમજ અમે Q2FY24 દરમિયાન સ્પેશિયાલિટી કેમિકલ્સ સેગમેન્ટમાં નવી પ્રોડક્ટનું વ્યાવસાયીકરણ કરીશું જે સેગમેન્ટની વૃદ્ધિને વધુ વેગ આપશે.

અમે ઇલેક્ટ્રોલાઇટ બિઝનેસ અંગે કેટલાક ગ્રાહકો સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની ખૂબ નજીક છીએ અને અમે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી તેની વિગતો જાહેર કરીશું. પ્રોડક્ટ્શન અને એડમિન બ્લોક માટે સિવિલ વર્ક પૂર્ણ થયુ, ટેન્ક ફાર્મ અને વેરહાઉસ 60 ટકા થી વધુ પૂર્ણ થયું છે. બ્લોક-1માં મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલી રહી છે. નવી ફેસિલિટી માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી. FY24 ના Q4 માં પ્રોડક્શનની કામગીરી શરૂ કરવાના પંથ પર હોવાનું તેમણે ઉમેર્યું હતું.