Anupam Rasayanનો નફો 25% વધ્યો, આવક 19% વધી
અમદાવાદ, 2 ઓગસ્ટઃ કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશ્યાલિટી કેમિકલ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે એ 30 જૂન, 2023નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક સમયગાળા માટે કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 52.3 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળાના રૂ. 42 કરોડ સામે 25 ટકા વધ્યો છે. કુલ આવક 334.3 કરોડ સામે 19 ટકા વધી રૂ. 398.8 કરોડ નોંધાઈ છે. EBITDA (અન્ય આવક સહિત) 28 ટકા વધી રૂ. 113.8 કરોડ રહી હતી. જે Q1FY23માં રૂ. 89.2 કરોડ હતી.
નાણાકીય કામગીરી અંગે અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઇએ જણાવ્યું કે, ઉદ્યોગની પડકારજનક સ્થિતિમાં પણ કંપનીની સાતત્યપૂર્ણ વૃદ્ધિ રહી છે. કોન્સોલિડેટેડ આવક વર્ષ પ્રતિ વર્ષ 19 ટકા વધી છે. કોમોડિટી એગ્રોકેમિકલ્સનાં ઘટતા જતા ભાવથી ઉદ્યોગનાં માર્જિન પદબાણ આવ્યું છે. ત્યારે અમારી કસ્ટમાઈઝ્ડ પ્રોડ્ક્ટસ અને મજબૂત બિઝનેસ ગ્રોથના પગલે Q1 FY24માં29 ટકાનાં મજબૂત EBITDA માર્જિન હાંસલ કરવામાં મદદ કરી છે.
અનુપમ રસાયણે કન્ટીન્યુસ પ્રોસેસની મદદથી નવા જમાનાના ફાર્મા મોલેક્યુલ્સનાં સપ્લાય માટે 3xper ઇન્નોવેન્ચર લિમિટેડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપનીએ વિશિષ્ટ લાઇફ સાયન્સ અને સ્પેશ્યાલિટી કેમિકલ મોલેક્યુલ્સ માટે જાપાનીઝ અને અમેરિકન MNCs સાથે રૂ. 40,660 મિલિયનનાં લેટર્સ ઓફ ઇન્ટેન્ટ (LOIs) પર પણ હસ્તાક્ષર કર્યા છે.