–    ક્રિપ્ટો ક્રેઝ: અનેકગણું રિટર્ન, લોન્ચિંગના 3 દિવસમાં 1222 ટકા ઉછાળો
–    કોઈન દીઠ રૂ. 76ના મૂડીરોકાણ પર હજાર રૂપિયા મળ્યાં, ટોપ-34માં શામેલ

સુરક્ષા અને રિટર્ન મામલે સતત વિવાદમાં રહેતી ક્રિપ્ટો કરન્સીએ ઘણા રોકાણકારોને માલામાલ કર્યા છે. 17 માર્ચના લોન્ચ Apecoin (એપેકોઈન) 3 દિવસમાં 1222 ટકા ઉછળ્યો છે. 1 ડોલર (રૂ. 75.95)માં ખુલ્યા બાદ 1222.11 ટકા વધી 13.27 ડોલર (રૂ. 1008.3) આસપાસ ટ્રેડેડ છે. સાથે લોન્ચિંગ સમયે 1 લાખનું રોકાણ કરનાર રોકાણકારોની મૂડી 13.27 લાખ થઈ છે. એક તબક્કે 39.40 ડોલરની ઓલટાઈમ ટોચે પહોંચ્યો હતો. તે સમયે રોકાણકારોએ 1 લાખના રોકાણ પર રૂ. 39.40 લાખનો પ્રોફિટ બુક કર્યો હતો. મલ્ટીબેગર ક્રિપ્ટો કરન્સી એક એપેકોઈનદીઠ રૂ. 76ના ભાવે રોકાણકારોએ રૂ. 1 લાખના 1317 કોઈન ખરીદ્યા હતાં. 12 ગણા રિટર્ન સાથે એપેકોઈન 366.67 કરોડ ડોલરની માર્કેટ કેપ સાથે ટોપ-34 ક્રિપ્ટો કરન્સીમાં સામેલ થયો છે. કુલ 1 અબજ સપ્લાયના હાલ 28 ટકા (27.75 કરોડ) કોઈન સર્ક્યુલેશનમાં છે.

એપેકોઈનમાં 12 ગણું રિટર્ન

લિસ્ટિંગ તારીખ:            17 માર્ચ

ખૂલ્યો:                                1 ડોલર (રૂ. 75.95)

હાઈ:                          39.40 ડોલર (રૂ. 2992.43)

બોટમ:                        1 ડોલર (રૂ. 75.95)

19 માર્ચ ઈન્ટ્રા ડે:           13.27 (રૂ. 1008)

રિટર્ન:                        1222.14 ટકા (રૂ. 13.27 લાખ એક લાખના રોકાણ પર)

એપેકોઈનમાં રોકાણ માટે આટલુ જાણવુ જરૂરી

ઈથેરિયમ બ્લોકચેઈન આધારિત એપેકોઈન એનએફટી બોર્ડ એપે યાટ કલ્બ (બીએવાયસી)એ 17 માર્ચે બાઈનાન્સ, કોઈનબેઝ, એફટીએક્સ, હુઓબી, ઓકેએપ્સ, ક્રેકન સહિત ક્રિપ્ટો એક્સચેન્જ પર લિસ્ટિંગ કરાવ્યું છે. કુલ 1 અબજ એપેકોઈન સર્ક્યુલેશનમાં મુકશે. જેનો 62 ટકા સપ્લાય માર્કેટમાં, 14 ટકા નવા કોઈન લોન્ચિંગમાં થશે. પ્લે ટુ અર્ન બ્લોકચેઈન ગેમ સહિત ફ્યુચર પ્રોડક્ટ્સ અને સર્વિસિઝ માટે કેન્દ્રીય મધ્યસ્થી વિના ઉપયોગ કરી શકાશે. એનિમોકા બ્રાન્ડ્સની ન્યૂ પ્લે-ટુ-અર્ન ગેમ બેન્જી બનાનાઝ, ઓન્સ એનવેમાં યુટિલાઈઝ કરી શકાશે.

ટ્રેન્ડિંગમાં મલ્ટીબેગર ક્રિપ્ટો કરન્સી

ક્રિપ્ટો                પ્રાઈઝ               રિટર્ન

એપેકોઈન           13.27        1222.14   

એલન્સ કરન્સી     0.0012      109.42

જેસમાયકોઈન      0.041         206.63

પેનકેકસ્વેપ        6.50         8.32

(પ્રાઈઝ ડોલરમાં, રિટર્ન સાપ્તાહિક- ટકામાં)