અરમી ઇન્ફોટેકે 250 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 24 જૂનઃ અરમી ઇન્ફોટેક લિમિટેડે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ ધરાવતા ઇક્વિટી શેર્સના આઈપીઓ દ્વારા રૂ. 25,000 લાખ (રૂ. 250 કરોડ)ના મૂલ્યના કુલ ઇશ્યૂ સાઇઝના ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે.
કંપની સેક્ટર એગ્નોસ્ટિક છે અને સરકાર અને જાહેર ક્ષેત્રના સાહસો તથા સરકારી અથવા પીએસયુ પ્રોજેક્ટ્સ પર ધ્યાન રાખતા ખાનગી ક્ષેત્ર માટે વિવિધ શ્રેણીના પ્રોજેક્ટ્સને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ અને આઈટી મેનેજ્ડ સર્વિસ પૂરી પાડે છે.
કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો નીચે મુજબના કામો માટે ફંડિંગ આપવા માટેની દરખાસ્ત કરે છે (1) નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2026માં બેંક ગેરંટી માટે માર્જિન ડિપોઝીટ્સ અને વિવિધ પ્રોજેક્ટ્સ માટે બિડિંગ માટે બાનાની રકમ ડિપોઝીટ પૂરી પાડવા માટે રૂ. 16,000 લાખ (રૂ. 160 કરોડ) સુધીની કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો પૂરી કરવા (2) રૂ. 1,063.22 લાખ (રૂ. 10.63 કરોડ) સુધીના કંપની દ્વારા લેવાયેલા કેટલાક ઉધારની પૂર્વચૂકવણી કે પુનઃચૂકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
ઇશ્યૂની કુલ આવકમાંથી જે લોનની ચૂકવણીની અમે દરખાસ્ત કરીએ છીએ (રૂ. 1,063.22 લાખની) તેમાં 31 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીના કુલ બાકી ઉધારનો 26.30 ટકા જેટલો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેર્સને બીએસઈ અને એનએસઈ શેર બજારો પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ખાંડવાલા સિક્યોરિટીઝ લિમિટેડ અને સેફ્રોન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)