આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 386- 407
ઇશ્યૂ ખૂલશે | 9 નવેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 11 નવેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ.2 |
પ્રાઇસબેન્ડ | રૂ. 386- 407 |
લોટ સાઇઝ | 36 અને તેના ગુણાંકમાં |
ઇશ્યૂ સાઇઝ | 35928870 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ રૂ. | 805 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
કંપની પ્રમોટર્સ | કેમિકાસ સ્પે. LLP, રવિ પેન્ડુરથી, રણજિત પેન્ડુરથી |
અમદાવાદ: આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ACIL) તા. 9 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 386- 407ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સની ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPOમાં ₹ 8,05 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 16,150,000 ઇક્વિટી શેરના વેચાણ માટે ઓફર સામેલ છે.
એન્કર રોકાણકારને બિડ કરવાની તારીખ 7 નવેમ્બર, 2022ને સોમવાર રહેશે. ઇશ્યૂ 11 નવેમ્બર, 2022, શુક્રવારે બંધ થશે. બિડ લઘુતમ 36 ઇક્વિટી શેર અને પછી 36 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
લિસ્ટિંગ
લિસ્ટિંગ બીએસઇ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) પર થશે. ઓફરના ઉદ્દેશો માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ NSE રહેશે.
ઇશ્યૂનો હેતુ
AICL ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી આવકનો ઉપયોગ (i) કંપનીએ ₹ 6,44 કરોડના ઇશ્યૂ કરેલા નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (NCDs)નું આંશિક કે સંપૂર્ણ, રિડેમ્પ્શન કે વહેલાસર રિડેમ્પ્શન અને (ii) બાકીની રકમનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે કરશે (ઓફરના ઉદ્દેશો).
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ
IIFL સિક્યોરિટીઝ, ICICI સિક્યોરિટીઝ અને જેએમ ફાઇનાન્શિયલ.
Archean Chemical Industries નાણાકીય કામગીરી
પિરિયડ | કુલ આવકો | ચો. નફો | Total Borrowing |
31-Mar-19 | 572.91 | 39.97 | 772.02 |
31-Mar-20 | 617 | -36.24 | 929.26 |
31-Mar-22 | 1142.83 | 188.58 | 921.87 |
30-Jun-22 | 408.82 | 84.41 | 915.58 |
કંપનીની કામગીરી અંગે
આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બ્રોમિન અને ઔદ્યોગિક મીઠાની ભારતની સૌથી મોટી નિકાસકાર છે. કંપની ભારતમાં અગ્રણી વિશેષતા દરિયાઈ રાસાયણિક ઉત્પાદક છે અને વિશ્વભરના ગ્રાહકોને બ્રોમિન, ઔદ્યોગિક મીઠું અને સલ્ફેટ ઓફ પોટાશના ઉત્પાદન અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની ભારતમાં સલ્ફેટ પોટાશની એકમાત્ર ઉત્પાદક છે. કંપનીનો દરિયાઈ રસાયણોનો વ્યવસાય મુખ્યત્વે ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે બિઝનેસ-ટુ-બિઝનેસ ધોરણે હાથ ધરવામાં આવે છે.
કંપનીના ઉત્પાદન મથક
કંપની પાસે બ્રોમિન, ઔદ્યોગિક મીઠું અને સલ્ફેટ ઓફ પોટાશ કામગીરી માટે એક સંકલિત ઉત્પાદન સુવિધા છે, જે ગુજરાતમાં કચ્છ, હાજીપીર ખાતે આવેલી છે.
નિકાસ કામગીરી
આર્ચીન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ 13 દેશોમાં 18 વૈશ્વિક ગ્રાહકો અને 24 સ્થાનિક ગ્રાહકોને ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. નાણાકીય વર્ષ 2021માં 2.7 મિલિયન MTની નિકાસ સાથે કંપની ભારતમાં ઔદ્યોગિક મીઠાની સૌથી મોટી નિકાસકાર હતી.