આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં 2 અને SMEમાં 4 IPOનું આગમન
અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં બે આઇપીઓ આવી રહ્યા છે. જ્યુનિપર હોટલ્સ અને જીપીટી હેલ્થકેર. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ખાતે ચાર આઇપીઓ નવા આવી રહ્યા છે અને ગત સપ્તાહે ખૂલેલા 5 આઇપીઓ બંધ થઇ રહ્યા છે.
જ્યુનિપર હોટલ્સઃ શોર્ટ, મિડિયમ લોંગ ટર્મ માટે આકર્ષક ઇશ્યૂ
IPO ખૂલશે | 21 ફેબ્રુઆરી |
IPO બંધ થશે | 23 ફેબ્રુઆરી |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
પ્રાઇસબેન્ડ | ₹342 to ₹360 |
લોટ સાઇઝ | 40 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 50,000,000 શેર્સ |
ઇસ્યૂ સાઇઝ | રૂ. 1800 કરોડ |
લિસ્ટિંગ | BSE, NSE |
businessgujarat.in rating | 8/10 |
લક્ઝરી હોટેલ ડેવલપમેન્ટ અને માલિકીની કંપની જ્યુનિપર હોટેલ્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 342-360ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 21 ફેબ્રુઆરીના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઇપીઓ તા. 23 ફેબ્રુઆરીએ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 40 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. રૂ. 18,000.00 મિલિયન સુધીનો નવો ઇશ્યુ છે જેમાં કોઈ ઓફર ફોર સેલ કમ્પોનન્ટ નથી. સપ્ટેમ્બર 1985માં સ્થાપિત જ્યુનિપર હોટલ્સ એ સરાફ હોટેલ્સ લિમિટેડ અને તેની સંલગ્ન, જ્યુનિપર ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ અને ટુ સીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા કંપનીને પ્રમોટ કરવામાં આવી છે, જે વૈશ્વિક હોસ્પિટાલિટી કંપની, હયાત હોટેલ્સ કોર્પોરેશનની પરોક્ષ પેટાકંપની છે. કંપની સાત હોટેલ્સ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ ધરાવતા પોર્ટફોલિયોની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ભારતમાં “હયાત” સંલગ્ન હોટેલ કીની કુલ 1,836 કીનું સંચાલન કરે છે. તેની હોટેલ્સ અને સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ ત્રણ અલગ-અલગ સેગમેન્ટ લક્ઝરી હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Price (Rs) | RsCr. | Lot | Exch. |
GPT Health | Feb22 | Feb26 | BSE,NSE | |||
Juniper Hotels | Feb21 | Feb23 | 342/ 360 | 1800 | 40 | BSE,NSE |
એસએમઇ પ્લેટફોર્મ ખાતે ચાર આઇપીઓ નવા આવી રહ્યા છે અને ગત સપ્તાહે ખૂલેલા 5 આઇપીઓ બંધ થઇ રહ્યા છે
No. of shares | 33,60,000 Shares |
Price band | Rs. 80-84 |
Issue size (upper band) | Rs. 28.22 crore |
Issue opens | February 16 |
Issue closes | February 20 |
Anchor opening | February 15 |
Lot Size | 1,600 Shares |
એસ્કોનેટ ટેકનોલોજીસ: ઈન્ટીગ્રેટેડ આઈટી સોલ્યુશન્સ પૂરી પાડતી કંપની એસ્કોનેટ ટેકનોલોજીસ લિમિટેડ તા. 16 ફેબ્રુઆરીના રોજ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે. એન્કર પોર્શન માટે આ ભરણું ગુરુવારે 15મી ફેબ્રુઆરી,2024ના રોજ ખુલ્યું છે તેમ જ ઈશ્યુ 20મી ફેબ્રુઆરીના રોજ બંધ થશે.
કંપની એનએસઈ ઈમર્જ ખાતે લિસ્ટીંગ કરાવવાનો ઉદ્દેશ ધરાવે છે તેમ જ આ ભરણા મારફતે અંદાજીત રૂપિયા 28.22 કરોડ (અપર બેન્ડથી)નું ભંડોળ એકત્રિત કરવાનો ઈરાદો ધરાવે છે. કંપનીએ આ ઈશ્યુ માટે શેરદીઠ રૂપિયા 80થી રૂપિયા 84 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી છે અને લોટ સાઈઝ 1,600 ઈક્વિટી શેરોનો બનેલો રહેશે.
એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Price (Rs) | (Rs Cr.) | Lot Size | Exch. |
Purv Flexipack | Feb 27 | Feb 29 | NSE | |||
Sadhav Shipping | Feb 23 | Feb 27 | 95 | 38.18 | 1,200 | NSE |
Deem Roll Tech | Feb 20 | Feb 22 | 129 | 29.26 | 1,000 | NSE |
Zenith Drugs | Feb 19 | Feb 22 | 75/79 | 40.68 | 1,600 | NSE |
Esconet Technologies | Feb 16 | Feb 20 | 84 | 28.22 | 1,600 | NSE |
Kalahridhaan Trendz | Feb 15 | Feb 20 | 45 | 22.49 | 3,000 | NSE |
Thaai Casting | Feb 15 | Feb 20 | 77 | 47.20 | 1,600 | NSE |
Atmastco | Feb 15 | Feb 20 | 77 | 56.25 | 1,600 | NSE |
Interiors and More | Feb 15 | Feb 20 | 216/ 227 | 42 | 600 | NSE |
એનસીડી ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યૂ માર્કેટમાં પણ Chemmanur Credits રૂ. 50 કરોડ અને Navi Finserv રૂ. 300 કરોડ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહ્યા છે. તો ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ, શક્તિ ફાઇનાન્સ, નિડો હોમ ફાઇનાન્સના ઇશ્યૂઝ બંધ થશે.
Name | Open | Close | Size (Cr) |
Chemmanur Credits | Feb 20 | Mar4 | 50 |
Navi Finserv | Feb 26 | Mar7 | 300 |
Nido Home Finance | Feb 13 | Feb26 | 50 |
UGRO Capital | Feb 8 | Feb21 | 100 |
Sakthi Finance | Feb 8 | Feb 21 | 100 |
Cholamandalam Investment | Jan 19 | Jan25 | 500 |
9 રાઇટ્સ ઇશ્યૂઝ રનિંગમાં છે. નવાની રાહ જોવાય છે
9 કંપનીઓ રાઇટ્સ ઇશ્યૂ સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. તે પૈકી બે કંપનીઓ આગામી સપ્તાહે આવી રહી છે. જ્યારે એક કંપની 28 ફેબ્રુઆરીએ યોજશે અને બાકીની કંપનીઓના ઇશ્યૂ આગામી સપ્તાહે બંધ થઇ રહ્યા છે.
રાઇટ્સ ઇશ્યૂ કેલેન્ડર એટ એ ગ્લાન્સ
Company | Open | Close | Record Date | price | Size (Rs Cr) | Ratio |
Dipna Pharma | Feb 26 | Mar 7 | Feb 12 | 10 | 12.97 | 13:12 |
Affordable Robotic | Feb 26 | Mar 7 | Feb 12 | 450 | 48 | 46:439 |
Scanpoint Geomatics | Feb 28 | Mar 7 | Feb 19 | 5 | 34.65 | 1:1 |
Mitsu Chem Plast | Feb 26 | Mar 4 | Feb 17 | 144 | 21.73 | 1:8 |
Mangalam Ind. Finance | Feb 12 | Feb 26 | Jan 29 | 3.95 | 48.94 | 21:163 |
Nagreeka Exports | Feb 12 | Feb 23 | Jan 30 | 20 | 37.50 | 3:2 |
Magnum Ventures | Feb 7 | Feb 21 | Jan 25 | 54 | 48.92 | 2:11 |
Yarn Syndicate | Feb 6 | Feb 21 | Jan 24 | 27 | 48.60 | 24:5 |
Shree Ajit Pulp | Jan 30 | Feb 20 | Jan 18 | 80 | 28.57 | 2:3 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)