નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ અર્ધવાર્ષિકમાં કંપનીએ રૂ. 23.2 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો; નેટ સેલ્સ 8% વધીને રૂ. 795.2 કરોડ થયું

અમદાવાદ, 13 નવેમ્બર: દેશની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડે (AGL) 30 સપ્ટેમ્બર 2025નાં રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક દરમિયાન બિઝનેસ ઓપરેશન્સમાં પરીવર્તન લાવ્યું છે તેમજ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સમાં સુધારો નોંધાવ્યો છે.

Financial Highlights (Consolidated Redrafted Numbers after Scheme)

 Q2 FY26Q2 FY25Y-O-YH1 FY26H1 FY25Y-O-Y
Net Sales (Rs. Cr)406.9376.18.2%795.2736.28.0%
EBITDA (Rs. Cr)36.714.8148%61.530.5101.8%
EBITDA Margin (%)9.0%3.9%508 bps7.7%4.1%360 bps
Net Profit (Rs. Cr)15.61.21290%23.2-1.04001%
Net Profit Margin (%)3.8%0.3%353 bps2.9%-0.1%300 bps

નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે કંપનીએ રૂ. 23.2 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં રૂ. 1 કરોડની ખોટ નોંધાવી હતી. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે નેટ સેલ્સ Y-o-Y 8% વધીને રૂ. 795.2 કરોડ છે, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે રૂ. 736. 2 કરોડ હતી. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે એબિટા રૂ. 61.5 કરોડ (એબિટા માર્જીન 7.7%) નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે રૂ. 30.5 કરોડની (એબિટા માર્જીન 4.1%) તુલનામાં Y-o-Y 102% ની વૃદ્ધિ દર્શાવે છે. 

કન્સોલિડેટેડ હાઇલાઇટ્સ – Q2FY26 રિઝલ્ટ્સ

  • Q2FY25માં રૂ. 376.1 કરોડની સરખામણીએ Q2FY26માં કન્સોલિડેટેડ નેટ સેલ્સ રૂ. 406.9 કરોડ રહ્યો, જે 8.2% YoY ગ્રોથ દર્શાવે છે.
  • ગયા વર્ષે રૂ.14.8 કરોડ (3.9% માર્જીન)ની સરખામણીએ 9.0% માર્જીન સાથે એબિટા વધીને રૂ.36.7 કરોડ  નોંધાઇ છે, જે YoY 508 bps નો વધારો દર્શાવે છે. 
  • નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વધીને રૂ. 15.6 કરોડ નોંધાયો છે, જ્યારે નાણાકીય વર્ષ 2025નાં બીજા ત્રિમાસિક ગાળા માટે 1.2 કરોડ નોંધાયો હતો, જે નફામાં મજબૂત પરિવર્તન દર્શાવે છે.
  • નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસો રૂ. 64 કરોડ રહી છે, જે નાણાકીય વર્ષ 2025નામ બીજા ત્રિમાસિક માટે રૂ. 77 કરોડની સરખામણીએ YoY 17% ઘટાડો દર્શાવે છે.
  • નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિકમાં, કન્સોલિડેટેડ બેસિસ પર કંપનીએ રૂ. 23.2 કરોડ નેટ પ્રોફિટ, રૂ. 61.5 કરોડ એબિટા અને રૂ. 795.1 કરોડ નેટ સેલ્સ નોંધાવ્યા છે. 

એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ માટે ટાઇલ મેન્યુફેક્ચરીંગ બિઝનેસનાં ડિમર્જરને સમાવિષ્ટ કરતી કમ્પોઝિટ સ્કીમ 1 જુલાઈ 2025 ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ બેન્ચ દ્વારા મંજૂરી મળ્યા પછી અમલમાં આવી છે.

આ સ્કીમ હેઠળ :

  • Affil Vitrified Pvt Ltdનાં શેરહોલ્ડર્સને રૂ. 10નાં પ્રત્યેક 40 ઇક્વિટી શેર્સ માટે  એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં રૂ. 10નાં 73 સંપૂર્ણ ચુકવણી કરાયેલા ઇક્વિટી શેર મળશે.
  • Ivanta Ceramics Industries Pvt Ltdનાં શેરહોલ્ડર્સને રૂ. 10નાં પ્રત્યેક 12 ઇક્વિટી શેર માટે એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં રૂ. 10નાં 479 સંપૂર્ણ ચુકવણી કરાયેલા ઇક્વિટી શેર મળશે.
  • Crystal Ceramic Industries Ltdનાં શેરહોલ્ડર્સને રૂ. 10નાં પ્રત્યેક 426 ઇક્વિટી શેર માટે એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનાં રૂ. 10નાં 695 સંપૂર્ણ ચુકવણી કરાયેલા ઇક્વિટી શેર મળશે.

રીઝલ્ટ્સ અને પર્ફોર્મન્સ વિશે જણાવતા કંપનીનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર કમલેશ પટેલે કહ્યું કે, નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે અમારું પર્ફોર્મન્સ ઓપરેશનલ શિસ્ત તથા સસ્ટેનેબલ ગ્રોથ પર સ્પષ્ટ ફોકસને કારણે અમારી ક્ષમતા દર્શાવે છે. રીટેલ અને ગ્લોબલ ફૂટપ્રિન્ટ એક્સપાન્શન સાથે તથા મજબૂત બ્રાન્ડ કેમ્પેન્સનાં લોન્ચ સાથે અમારો હેતુ આગામી 4-6 વર્ષમાં રૂ. 6000 કરોડનાં રેવન્યુ ટાર્ગેટને હાંસલ કરવા તથા ખરા અર્થમાં ગ્લોબલ બ્રાન્ડ બનવાનો છે.