અમદાવાદ, 24 મેઃ  લક્ઝરી સર્ફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડ (AGL)એ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસક ગાળા અને નાણાકીય વર્ષ 2023-24ના રોજ પૂર્ણ થયેલા વર્ષમાં કામગીરી અને નાણાકીય કામગીરીમાં મોટો સુધારો કર્યો છે. 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે કંપનીએ રૂ. 29.10 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 26.74 કરોડની ચોખ્ખી ખોટ ગઈ હતી. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનું વેચાણ રૂ. 1305.14 કરોડ હતું. નાણાકીય વર્ષ 2023-24 માટે EBITDA રૂ. 29.61 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2022-23માં નકારાત્મક EBITDA રૂ. 38.52 કરોડ હતી. FY24 માટે નિકાસ રૂ. 246 કરોડ નોંધાઈ હતી, જે FY23માં રૂ. 226 કરોડની નિકાસની સરખામણીમાં Y-o-Y 9% વધી હતી

કંપનીનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર કમલેશ પટેલએ પરિણામો અને કામગીરી પર કહ્યું હતું કે, કંપનીએ ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2023-24 સારી રીતે પૂર્ણ કર્યું છે, શ્રેષ્ઠ કાર્યકારી અને નાણાકીય કામગીરી હાંસલ કરી છે, જે મહત્વપૂર્ણ વૃદ્ધિનો સંકેત આપે છે. મોરબીમાં વિસ્તરણ, એજીએલ ડિમર્જર અને રણબીર કપૂરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જેવા વ્યૂહાત્મક પગલાં કંપનીની વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનવાની દ્રઢ કટિબદ્ધતાનો સંકેત આપે છે. દ્રઢ પ્રતિબદ્ધતા સાથે કંપનીનો ઉદ્દેશ લાંબા ગાળાનાં વિઝન દ્વારા સંચાલિત છે અને કુલ રૂ. 6,000 કરોડની આવક હાંસલ કરવાનો છે.

Financial Highlights (Standalone)

 Q4 FY24Q4 FY23YOYFY24FY23YOY
Sales (Rs. Cr)350.79398.59(12%)1305.141353.74(4%)
EBITDA (Rs. Cr)8.18(43.55)119%29.61(38.52)177%
EBITDA Margin (%)2.33%(10.93%)1326 bps2.27%(2.85%)511 bps
NPRs. Cr)8.85(32.56)127%29.10(26.74)209%
NPMargin (%)2.52%(8.17%)1069 bps2.23%(1.98%)421 bps

એકછત હેઠળ સંપૂર્ણ બિલ્ડિંગ સામગ્રીઓ પૂરી પાડવા એજીએલ સેનિટરીવેર પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત કંપનીએ સેનિટરીવેર ઉત્પાદનમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ સેનિટરીવેર ઉત્પાદનો માટે વાર્ષિક 0.66 મિલિયન પીસ સ્થાપિત કરવા અદ્યતન ટેક પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. કંપનીને આગામી પાંચ વર્ષની અંદર અંદાજે રૂ. 400 કરોડનું ટર્નઓવર હાંસલ કરવા સેનિટરીવેર વિભાગની અપેક્ષા છે.

કંપની અંદાજે રૂ. 73,80 કરોડનાં ખર્ચે અમદાવાદમાં મેગા ડિસ્પ્લે સેન્ટર કમ ઓફિસ સ્થાપિત કરી રહી છે તથા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સામગ્રીનાં વેપાર માટે સ્ટોક પોઇન્ટ સ્થાપિત કરવાની યોજના પણ ધરાવે છે.

સ્ટેન્ડઅલોને ધોરણે કામગીરી: કંપનીએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 8.85 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જ્યારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 32.56 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ રૂ. 350.79 કરોડ હતું. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં EBITDA રૂ. 8.18 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં નકારાત્મક EBITDA રૂ. 43.55 કરોડ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)