અમદાવાદ, 20 માર્ચઃ ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ, ક્વાર્ટ્ઝ અને બાથવેર બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (AGL) બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરને તેના બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કરવાની જાહેરાત કરી છે. રણબીર કપૂર સાથેની આ પાર્ટનરશિપ એક્સીલન્સ અને ઇનોવેશન પ્રત્યેની બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ તેની પ્રોડક્ટ્સના ઇનોવેટિવ અને રિચ કલેક્શન સાથે માર્કેટમાં સૌથી આગળ રહેવા માટે પ્રતિબદ્ધ છે.

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે રણબીરને અમારા બ્રાન્ડ એમ્બેડસર તરીકે નિયુક્ત કર્યા બાદ અમને વિશ્વાસ છે કે અમે નવી ઊંચાઈઓ સર કરીશું અને અમારા ગ્રાહકો માટે વધુ યાદગાર અનુભવો બનાવીશું. આગામી મહિનાઓમાં એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ રણબીર કપૂરને દર્શાવતું મનમોહક બ્રાન્ડ કેમ્પેઇન અને ટીવી કમર્શિયલ લોન્ચ કરશે.

રણબીર કપૂરે જણાવ્યું હતું કે હું AGL જેવી યંગ અને ડાયનેમિક બ્રાન્ડ સાથે જોડાતા ગર્વ અનુભવું છું જે સરફેસીસ અને બાથવેર કેટેગરીમાં એલીગન્સ, ઇનોવેશન અને લક્ઝરી એકસાથે લાવે છે. હું આગામી વર્ષોમાં AGLને એક મોટી તાકાત તરીકે ઊભરતી જોઉં છું.

એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે તાજેતરમાં ઓગિલ્વીની સેવાઓ લીધી છે. આગામી બ્રાન્ડ કેમ્પેઇન ગ્રાહકો સાથે કેવળ પ્રોડક્ટ પ્રમોશન કરતાં આગળ વધીને ગહન ભાવનાત્મક જોડાણને પ્રોત્સાહન આપે છે. તે લિવિંગ સ્પેસીસનું વિઝન રજૂ કરે છે જે કેવળ AGLની અસાધારણ પ્રોડક્ટ્સ રજૂ કરે છે પણ વ્યક્તિત્વ અને સમકાલીન સંવેદનાઓનું પણ પ્રતિબિંબ પાડે છે જે ગ્રાહકોના જીવનને ગહનતાથી સમૃદ્ધ બનાવે છે.

માત્ર બે જ દાયકામાં એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ ભારતની અગ્રણી લક્ઝરી સરફેસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ બની ગઈ છે. કંપની ટાઇલ્સ, એન્જિનિયર્ડ માર્બલ અને ક્વાર્ટઝ, સેનિટરીવેર અને ફોસેટ્સની રેન્જનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. 235થી વધુ ફ્રેન્ચાઈઝી શોરૂમ્સ, કંપનીની માલિકીના 11 ડિસ્પ્લે સેન્ટર્સ અને 14,000થી વધુ ટચપોઈન્ટ્સ સહિત સમગ્ર ભારતમાં વિશાળ વિતરણ નેટવર્ક સાથે એજીએલે નિકાસ દ્વારા 100થી વધુ દેશોમાં તેની પહોંચ પણ વિસ્તારી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)