ATGL દ્વારા અમદાવાદ ખાતે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ
ATGL પ્રાયોગિક તબક્કા દરમિયાન 4,000 ઘરો અને વાણિજ્યિક PNG ગ્રાહકો માટે કુદરતી ગેસ સાથે ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ કરવા નવીનત્તમ તકનીકોનો ઉપયોગ કરશે. | પ્રોજેક્ટ હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે, ઊર્જા મિશ્રણને વૈવિધ્ય બનાવશે, હાઈડ્રોજન ઈકોસિસ્ટમ વિકસાવશે અને CO2 ઉત્સર્જનમાં 4% સુધી ઘટાડો કરી શકશે |
અમદાવાદ, 29 નવેમ્બર: અગ્રણી જૂથ અને ટોટલ એનર્જીઝની અગ્રણી ઊર્જા અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્શન કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) દ્વારા ‘ગ્રીન હાઇડ્રોજન સંમિશ્રણ પાયલોટ પ્રોજેક્ટ’ની પહેલ કરવામાં આવી છે. યુએઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 સુધી યોજાનાર યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28)માં ગ્લોબલ લિડર્સની હાજરીમાં તેનો સૌપ્રથમ પ્રારંભ કરવામાં આવશે.
ATGLના આ પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે 4,000થી વધુ રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ગ્રીન હાઇડ્રોજન (GH2) ને કુદરતી ગેસ સાથે મિશ્રિત કરવા નવીનતમ તકનીકોનો ઉપયોગ કરાશે. જેમાં ઈલેક્ટ્રોલીસીસથી પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને GH2 બનાવવામાં આવે છે.
આ પ્રોજેક્ટ Q1 FY24-25 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે અને નિયમનકારી મંજૂરીઓ પ્રમાણે મિશ્રણમાં ગ્રીન હાઇડ્રોજનની ટકાવારી ધીમે ધીમે 8% કે તેથી વધુ કરવામાં આવશે. સફળતાપૂર્વક પાયલોટ પૂર્ણ કર્યા પછી, હાઇડ્રોજન મિશ્રિત ઇંધણ શહેરના મોટા ભાગો અને AGTL ના અન્ય લાયસન્સ વિસ્તારોમાં તબક્કાવાર સપ્લાય કરવામાં આવશે.
અદાણી ટોટલ ગેસ લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 2047 સુધીમાં ભારતને ઉર્જા મામલે સ્વતંત્ર બનાવવા રાષ્ટ્રીય માળખાગત નિર્માણ તરફના અમારા સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોજેક્ટ અમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડશે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)