એમ્ફોર્સનો IPO: એન્કર ઇન્વેસ્ટર્સે શેરદીઠ રૂ.98ની કિંમતે રૂ.15.34 કરોડના શેર્સ ખરીદ્યા
મુંબઇ, 23 એપ્રિલ: એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડે તેનું એન્કર બુક સબસ્ક્રિપ્શન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે તથા પ્રતિ શેર રૂ. 98ની કિંમતે 15.66 લાખ ઇક્વિટી શેર્સના વેચાણથી રૂ. 15.34 કરોડ ઊભા કર્યાં છે. મુખ્ય રોકાણકારોમાં બોફા સિક્યુરિટિઝ યુરોપ એસએ-ઓડીઆઇ, એસ્ટોર્ન કેપિટલ વીસીસી અર્વેન, એનએવી કેપિટલ વીસીસી – એનએવી કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ, એનઇજીઇએન અનડિસ્કવર્ડ વેલ્યુ ફંડ, પર્ઝિસ્ટન્ટ ગ્રોથ ફંડ – વાર્સુ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી સ્કીમ – 1, ક્રાફ્ટ ઇમર્જિંગ માર્કેટ ફંડ પીસીસી – સિટાડેલ કેપિટલ ફંડ, મનીવાઇઝ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ, એલસી રેડિયન્સ ફંડ વીસીસી અને ગેલેક્સી નોબલ ગ્લોબલ અપોર્ચ્યુનિટિઝ ફંડ પીસીસી – જીએનજીઓએફ 1એ ઇન્કર બુક સબસ્ક્રાઇબ કરી છે.
બેંક ઓફ અમેરિકાના બોફા સિક્યુરિટીઝ યુરોપ એસએ – ઓડીઆઇએ કુલ એન્કર બુક સબસ્ક્રિપ્શનમાં 19.62 ટકા યોગદાન આપ્યું છે, જ્યારેકે એસ્ટોર્ન કેપિટલ વીસીસી અર્વેને 14.79 ટકા એન્કર બુક સબસ્ક્રાઇબ કરી છે. એમ્ફોર્સનો IPO 23 એપ્રિલ, 2024ના રોજ ખૂલ્યો છે અને ગુરૂવાર, 25 એપ્રિલ, 2024 સુધી ખુલ્લો રહેશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 53.9 કરોડ ઊભા કરવાની યોજના ધરાવે છે તથા IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની પેટા કંપની એમફોર્સ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ (ઇએમએસપીએલ) માટે હિમાચલ પ્રદેશમાં બડ્ડીમાં ઝારમાજરી ખાતે નવા પ્લાન્ટની સ્થાપના કરવા, કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાનો આશય ધરાવે છે.
પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ રૂ. 93-98 નિર્ધારિત કરાયો છે. કંપનીના IPOમાં બુક-બિલ્ડિંગ રૂટથી 54.99 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને રજિસ્ટ્રાર લિંક ઇનટાઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.
માર્કેટ મેકર માટે 2.76 લાખ ઇક્વિટી શેર્સ, એચએનઆઇ માટે 7.83 લાખ ઇક્વિટી શેર્સ, એન્કર ઇન્વેસ્ટર્સ માટે 15.66 લાખ ઇક્વિટી શેર્સ, ક્યુઆઇબી ક્વોટા માટે 10.45 લાખ ઇક્વિટી શેર્સ તથા રિટેઇલ પોર્શન માટે 18.28 લાખ ઇક્વિટી શેર્સ અનામત રાખવામાં આવ્યાં છે. લોટ સાઇઝ 1200 શેર્સનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)