Avalon Technologies IPO પ્રથમ દિવસે 0.03 ગણો ભરાયો
નવી દિલ્હી, 3 એપ્રિલઃ Avalon Technologiesનો IPO સોમવારે પ્રથમ દિવસના અંતે કુલ 0.03 ગણો ભરાયો હતો. જેમાં ક્યૂઆઇબી પોર્શન 0.00 ગણો, એનઆઇઆઇ 0.01 ગણો, રિટેલ 0.16 ગણો અને કુલ 0.03 ગણો ભરાયો હતો. જે દર્શાવે છે કે, ઇશ્યૂમાં પહેલાં દિવસે સૂસ્ત સબસ્ક્રીપ્શન જોવા મળ્યું છે.
કંપની રૂ. 412થી 436ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 865 કરોડ એકત્ર કરવા માગે છે. આઈપીઓ 6 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. IPOનું કદ 865 કરોડ રૂપિયા છે. રોકાણકારે 34 શેર્સ માટે રૂ. 14824નું રોકાણ કરવુ પડશે. ત્યારબાદ તેના ગુણાંકમાં અરજી કરી શકાશે.
ગ્રે માર્કેટમાં પ્રિમિયમ એટ એ ગ્લાન્સ
ઉદયશિવકુમાર ઈન્ફ્રાના નેગેટિવ લિસ્ટિંગના પગલે ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટવાની ભીતિ છે. હાલ એવલોન ટેક્નોલોજીસના આઈપીઓ માટે ઈશ્યૂ પ્રાઈઝ 436 સામે રૂ. 30 ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. જે 7 ટકા પ્રિમિયમ દર્શાવે છે. 10 બ્રોકર્સે આ ઈશ્યૂ સબ્સ્ક્રાઈબ કરવા સલાહ આપી છે.
વિવિધ બ્રોકરેજ હાઉસની નજરે આઇપીઓ એટ એ ગ્લાન્સ
બ્રોકરેજ | ભલામણ |
Axis Capital | Not Rated |
Canara Bank | Apply |
Choice Equity Broking Pvt Ltd | Apply |
Investmentz Ltd | Apply |
Jainam Broking limited | May Apply |
JM Financial | Not Rated |
Mehta Equities | May Apply |
Reliance Securities | Apply |
Swastika Investmart Ltd | Apply |
Ventura Securities Limited | Not Rated |
આઈપીઓ રિવ્યૂઃ Reliance Securities
FY23 વાર્ષિક નાણાકીયમાં IPOનું મૂલ્ય ઉપલા પ્રાઇસ બેન્ડ પર 55.5x P/E છે જે તેના હરીફ કરતા ઓછું છે. કંપની એન્ડ યુઝર્સ ઉદ્યોગો અને વ્યૂહાત્મક ઉત્પાદન સ્થાનો ધરાવતા ગ્રાહકો વચ્ચે સારી વૈવિધ્યતા સાથે સંકલિત EMS પ્રદાતા છે. તેના કાર્યક્ષેત્રમાં જટિલ ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, ઘટકોની પ્રાપ્તિ અને ઉત્પાદનની આવશ્યકતા છે. તેને ‘મેક ઇન ઇન્ડિયા’ અને સરકારની PLI યોજનાઓથી પણ ફાયદો થવાની સંભાવના છે જે ઘટકો અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. કંપની વધુ ડિલિવરેજ કરવા માગે છે જેનાથી નફાકારકતામાં વધારો થશે અને રિટર્નના ગુણોત્તરમાં સુધારો થશે. વાર્ષિક FY23 નાણાકીય પર 55.5x P/E પર વેલ્યુએશન કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને, ઇશ્યૂને સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરીએ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)