2022-23માં IPOનું એવરેજ લિસ્ટિંગ રિટર્ન 32.59%થી ઘટી 9.74% થયું
અમદાવાદ, 30 માર્ચઃ લિસ્ટિંગ ડેના દિવસે બંધ ભાવની સ્થિતિ અનુસાર એવરેજ લિસ્ટિંગ રિટર્ન પણ ગત વર્ષના 32.59% સામે સાવ ઘટી 9.74% થઇ ગયું હતું. જે 2020-21માં પણ 35.68% જેટલું ઊંચુ રહ્યું હતું. લિસ્ટેડ 36માંથી 16 IPOમાં 10%થી વધુ રિટર્ન રહ્યું હતું. જેમાં સૌથી વધુ રિટર્ન ડીસીએક્સ સિસ્ટમ્સમાં 49% રહ્યું હતું.
લિસ્ટિંગના દિવસે રિટર્ન આપનારા ટોપ-3
કંપની | રિટર્ન% |
ડીસીએક્સ સિસ્ટમ્સ | 49 |
હર્ષા એન્જિ. | 47 |
ઇલેક્ટ્રોનિક્સ માર્ટ | 43 |
સેબી સમક્ષ ફાઇલ ઓફર ડોક્યુમેન્ટ્સની સંખ્યા પણ ઘટી 68 થઇ
2022-23માં કુલ 68 કંપનીઓએ સેબી સમક્ષ ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યા હતા. તેની સામે 2021-22માં 144 કંપનીઓએ ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યા હતા.
37 કંપનીઓની એપ્રુવલ જ લેપ્સ થઇ ગઇ
ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ કરનારી 37 કંપનીઓ રૂ. 52060 કરોડ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી મેળવી ચૂકી હતી. પરંતુ તેઓએ ઇશ્યૂ યોજવાનું ટાળ્યું હતું. જ્યારે 12 કંપનીઓએ રૂ. 10386 કરોડ એકત્ર કરવા માટે સેબી સમક્ષ ફાઇલ કરેલા ઓફર ડોક્યુમેન્ટ્સ પાછાં ખેંચી લીધા હતા.
સેકન્ડરી માર્કેટની હાલક-ડોલર સ્થિતિની અસર પ્રાઇમરીમાર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021-22માં 53 IPO મારફત રૂ. 111547 કરોડ એકત્ર કરાયા હતા જે ઓલટાઇમ હાઇ સ્થિતિ ગણાય છે. તેની સામે નાણાકીય વર્ષ 2022-23માં 37 IPO મારફત રૂ. 52116 કરોડ જ એકત્ર કરી શકાયા હતા. જે ગત વર્ષની સરખામણીમાં અડધું ફંડ હોવાનું દર્શાવે છે. 2022-23માં કુલ એકત્રિત ફંડ્સમાંથી એકલાં એલઆઇસીના IPOમાં જ 39% રૂ. 20557 કરોડ એકત્ર કરાયા હતા.
ઓવરઓલ પબ્લિક ઇક્વિટી ફંડ રેઇઝિંગ પણ રૂ.173728 કરોડ સામે 56%ના ઘટાડા સાથે રૂ. 76076 કરોડ નોંધાયું છે.
FUND MOBILIZATION-PUBLIC MARKETS (₹Crore)
Year | IPOs (+SME) | FPOs (+SME) | OFS | QIPs (+InvIT/QIPs) | IPPs | InvITs/ReITs | Total Equity | Public Bonds (+ InvIT/ReIT-Debt) | Total quity + Bonds |
2022-23 | 54344 | – | 11231 | 9335 | – | 1166 | 76076 | 8944 | 85021 |
2021-22 | 112,512 | 4314 | 14530 | 28532 | – | 13841 | 173728 | 11710 | 185438 |
2020-21 | 31512 | 15029 | 28440 | 81731 | – | 33515 | 190227 | 10585 | 200812 |
2019-20 | 20786 | 35 | 17326 | 51216 | – | 2306 | 91670 | 15146 | 106816 |
2018-19 | 16340 | – | 21686 | 10489 | – | 8847 | 57362 | 36788 | 94150 |
2017-18 | 83767 | 12 | 17431 | 62520 | 4,668 | 7283 | 175680 | 5167 | 180848 |
2016-17 | 29050 | 9 | 8390 | 13671 | – | – | 51120 | 29547 | 80667 |
2015-16 | 14811 | – | 19822 | 14358 | – | – | 48991 | 33812 | 82803 |
2014-15 | 3019 | – | 26946 | 28429 | 418 | – | 58812 | 9713 | 68526 |
2013-14 | 1205 | 7456 | 6859 | 9402 | 4459 | – | 29381 | 42383 | 71764 |
Source: primedatabase.com
37માંથી 25 IPO વર્ષના મે, નવેમ્બર અને ડિસેમ્બર એમ 3 જ માસમાં યોજાયા હતા. જે દર્શાવે છે કે, વર્ષના મોટાભાગ દરમિયાન માર્કેટમાં વોલેટિલિટી રહેવાના કારણે IPO એક્ટિવિટી ઉપર નેગેટિવ અસર જોવા મળી હતી.વાસ્તવમાં 2022-23ના ચોથા ક્વાર્ટરમાં છેલ્લા 9 વર્ષનું સૌથી નીચું ફંડ રેઇઝિંગ જોવા મળ્યું હતું.
2022-23માં ટોપ-3 IPO
કંપની | રૂ. કરોડ |
Life Insurance Corp.of India | 20557 |
Delhivery | 5,235 |
Global Health | 2,206 |
Source: primedatabase.com
11 IPOને 10 ગણાથી વધુ સબસ્ક્રિપ્શનનો રિસ્પોન્સ
વર્ષ દરમિયાન IPOને મળેલો રિસ્પોન્સ પણ પ્રમાણમાં નીચો રહ્યો હતો. કુલ 36 ઇશ્યૂના ડેટા અનુસાર 11 IPOમાં 10 ગણાથી વધુ સબસ્ક્રીપ્શન, 2 IPOમાં 50 ગણાથી વધુ રિસ્પોન્સ જોવા મળ્યો હતો. જ્યારે 7 IPO 3 ગણાથી વધુ ભરાયા હતા. બાકીના 18 IPO 1થી 3 ગણા ભરાયા હતા.