ઇન્સ્યોરન્સ કેટેગરીમાં ‘પ્રોડક્ટ ઓફ ધ યર 2024’ એવોર્ડ માટે અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનની પસંદગી
નવી દિલ્હી, 7 ઓગસ્ટ: ભારતની સૌથી વિશ્વસનીય ખાનગી જીવન કંપની અવિવા લાઇફ ઇન્સ્યોરન્સ જાહેર કરતા ખુશી અનુભવે છે કે તેનો અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન લાઇફ ઇન્સ્યોરન્સ – ગેરેન્ટેડ ઇન્કમ પ્લાન કેટેગરીમાં પ્રતિષ્ઠિત “પ્રોડક્ટ ઓફ ધ યર 2024”ના એવોર્ડથી સન્માનિત થયો છે. પ્રોડક્ટ ઓફ ધ યરની 16મી આવૃત્તિમાં મળેલું આ સન્માન અમારા ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રોડક્ટ ઇનોવેશનના પ્રયાસો અને એક્સિલન્સ પ્રત્યે અવિવા ઇન્ડિયાની કટિબદ્ધતાનો પુરાવો રજૂ કરે છે.
પ્રોડક્ટ ઓફ ધ યર પ્રોડક્ટ ઇનોવેશનની કેટેગરીમાં વિશ્વનો અગ્રગણ્ય કન્ઝ્યુમર-વોટેડ એવોર્ડ છે, જે વિવિધ શ્રેણીઓમાં રહેલી શ્રેષ્ઠ અને સૌથી ઇનોવેટિવ પ્રોડક્ટ્સને સન્માનિત કરે છે. પ્રોડક્ટ ઓફ ધ યર (POY)ની પસંદગી ઊંડાણપૂર્વક સરવે મારફતે 100% ફેસ-ટૂ-ફેસ કન્ઝ્યુમર વોટિંગ થકી ઇનોવેશનની ઓળખ દ્વારા સમગ્ર ભારતમાં નેલ્સન દ્વારા હાથ ધરાતાં કન્ઝ્યુમર રિસર્ચ દ્વારા કરવામાં આવે છે. આ રિસર્ચ ભારતમાં ગ્રાહકોની જરૂરિયાતોનું સીધુ પ્રતિબિંબ રજૂ કરે છે અને એક મજબૂત પદ્ધતિ અનુસરે છે.
કંપનીને પ્રાપ્ત થયેલા આ સન્માન વિશે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં અવિવા ઇન્ડિયાના સીઇઓ અને એમડી શ્રી આસિત રથે જણાવ્યું હતું કે, “અમારા અવિવા સિગ્નેચર ગેરેન્ટેડ ઇન્કમ પ્લાનને મળેલા પ્રોડક્ટ ઓફ ધ યરથી અમે સન્માનની લાગણી અનુભવીએ છીએ.