મુંબઇ, 9 માર્ચ: AXIS બેન્કે ITCની એગ્રીકલ્ચરલ ઇકો-સિસ્ટમનો ભાગ એવા ખેડૂતોને તેની ધિરાણ લોન અને સેવાઓ પૂરી પાડવા માટે ITC લિમિટેડ સાથે જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારીથી AXIS બેન્ક દેશનાં અંતરિયાળ પ્રદેશોમાં રહેતા અને ધિરાણ સેવાથી વંચિત ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી શકશે. બેન્ક ખેડૂતોને ખેડૂત લોન, ગોલ્ડ લોન વગેરે જેવી અસ્ક્યામતો અને જવાબદારીની વ્યાપક રેન્જ પૂરી પાડી શકશે.ખેડૂતો સુધી પહોંચવા અને તેમની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા માટે AXIS બેન્ક ફુલ-સ્ટેક એગ્રી-ટેક એપ્લિકેશન ITCMAARS (મેટા માર્કેટ ફોર એડવાન્સ્ડ એગ્રિકલ્ચરલ રૂરલ સર્વિસ)નો ઉપયોગ કરશે. આ ઉપરાંત, તે ભારતનાં 656 જિલ્લામાં આવેલી તેની રૂરલ-અર્બન અને સેમી-અર્બન (RUSU) બ્રાન્ચ દ્વારા પ્રોડક્ટ્સ અને સર્વિસિસની સઘન શ્રુંખલા ઓફર કરશે.આ પહેલ દ્વારા AXIS બેન્ક FY22-23માં નવા બેન્ક ખાતાઓ વધારીને ભારત બેન્કિંગ સ્ટ્રેટેજીને વધુ વિસ્તૃત કરવાનો હેતુ ધરાવીએ છીએ. બેન્કે મહત્વનાં ક્ષેત્રોમાં મજબૂત વૃધ્ધિ નોંધાવી છે. 31 ડિસેમ્બર, 2022નાં રોજ તેનાં રૂરલ એડવાન્સમાં પ્રતિ વર્ષ ધોરણે 27 ટકા,  ડિસ્બર્સમેન્ટ (ચૂકવણી)માં પ્રતિ વર્ષ ધોરણે 12 ટકા અને ડિપોઝીટમાં પ્રતિ વર્ષ ધોરણે 16 ટકાનો વધારો નોંધાયો હતો.