Axis Bank Q1 ચોખ્ખો નફો 41% વધી 5797 કરોડ
અમદાવાદ, 26 જુલાઇઃ એક્સિસ બેન્કે જૂન-23ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં 41 ટકા વૃદ્ધિ સાથે ₹5,797 કરોડ (₹4,125 કરોડ)નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બેન્કની ચોખ્ખી વ્યાજની આવક (NII) ₹9,384 કરોડથી 27 ટકા વધી ₹11,958 કરોડ નોંધાઇ છે. Q1FY24 માટે ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 50 bps (YoY) વધીને 4.10% નોંધાયું છે. એક્સિસ બેન્કનો ઓપરેટિંગ નફો 50% (YoY) વધીને 8,814 કરોડ થયો છે અને કોર ઓપરેટિંગ નફો 27% (YoY) વધીને 8,295 કરોડ થયો છે. એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન, વ્યાજની આવક ₹25,556.77 કરોડે પહોંચી હતી, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹18,728.65 કરોડની સરખામણીમાં 36% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
બેન્કની ગ્રોસ અને નેટ એનપીએમાં નોંધાયો ઘટાડો
Financial Performance Q1FY24 Q1FY23 % Growth
Net Interest Income | 11,959 | 9,384 | 27% |
Operating Profit | 8,814 | 5,887 | 50% |
Operating Profit | 8,295 | 6,554 | 27% |
Net Profit | 5,797 | 4,125 | 41% |
Q1 દરમિયાન, એક્સિસ બેન્કની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળા દરમિયાન 2.02%ની સરખામણીએ 1.96% હતી. નેટ નોન-પર્ફોર્મિંગ એસેસ (NNPA) Q1FY23માં 0.39%ની સરખામણીમાં 0.41% પર હતા. બેન્કે ₹554 કરોડની વસૂલાત કરી છે. Q1 દરમિયાન એક્સિસ બેન્કે કુલ 2,131 કરોડની એનપીએને રાઈટ ઓફ કરી હતી.