અમદાવાદ, 24 નવેમ્બર:  AXIS મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ના લોન્ચની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ છે જે ઇક્વિટી-લક્ષી અને ડેટ-લક્ષી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને કોમોડિટી-આધારિત ઇટીએફના યુનિટમાં રોકાણ કરે છે. ન્યૂ ફંડ ઓફર (NFO) 21 નવેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલશે અને 5 ડિસેમ્બર, 2025ના રોજ બંધ થશે.

એક્સિસ મલ્ટી-એસેટ એક્ટિવ ફંડ ઓફ ફંડ રોકાણકારોને એક સમજદારીપૂર્વક બનાવેલા પોર્ટફોલિયોમાં ઇક્વિટી, ડેટ, સોનું અને ચાંદીના રોકાણને જોડીને મલ્ટી -એસેટ ડાયવર્સિફીકેશન માટે સિંગલ-વિન્ડો સોલ્યુશન પૂરું પાડવા માટે બનાવવામાં આવ્યું છે. આ ફંડનો ઉદ્દેશ્ય એક મજબૂત ક્વોન્ટિટેટિવ મોડેલ અને આંતરિક સમિતિના માર્ગદર્શન હેઠળ, એસેટ ક્લાસ અને થીમ્સમાં ગતિશીલ રીતે ફાળવણી કરીને લાંબા ગાળે મૂડીમાં વધારો કરવાનો  છે. આ અભિગમ સુનિશ્ચિત કરે છે કે ફાળવણીના નિર્ણયો વેલ્યુએશન, મેક્રો સૂચકાંકો, બજાર વલણો અને કોમોડિટી પરિબળો પર આધારિત હોય છે તથા ભૂ-રાજકીય ગતિવિધિઓ અને બદલાતી બજાર અપેક્ષાઓ જેવા આકલન ના કરી શકાય તેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.

આ ફંડ એવા રોકાણકારો માટે બનાવવામાં આવ્યું છે જેમના રોકાણનો સમયગાળો ઓછામાં ઓછો બે વર્ષનો હોય. અરજીની લઘુત્તમ રકમ રૂ. 100 છે અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ ફંડનું મેનેજમેન્ટ શ્રી દેવાંગ શાહ, શ્રી શ્રેયશ દેવળકર, શ્રી આદિત્ય પગારિયા અને શ્રી મયંક હ્યાંકી દ્વારા કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)