બજાજ ફિનસર્વ મહારાષ્ટ્રમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરશે
પૂણે/મુંબઈ, 5જૂનઃ ભારતના અગ્રણી અને સૌથી વધુ વૈવિધ્યસભર નાણાંકીય સેવા જૂથોમાંના એક બજાજ ફિનસર્વ લિમિટેડે પુણેમાં રૂ. 5000 કરોડનો પ્રોજેક્ટ વિકસાવવા માટે મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
બજાજ ફિનસર્વના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ બજાજે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ 40,000 નોકરીઓનું સર્જન કરશે અને પુણેને નાણાંકીય કેન્દ્ર તરીકે વિકસાવવાનું ચાલુ રાખશે તેવી અપેક્ષા છે. પ્રોજેક્ટ પર કામ વર્ષ 2023માં શરૂ થશે અને તે અત્યાધુનિક કનેક્ટિવિટી અને વ્યવસાય માટે સુવિધાઓની કલ્પના કરે છે. પુણેમાં મુખ્યમથક ધરાવતું, બજાજ ફિનસર્વ ગ્રૂપ સમગ્ર ભારતમાં 4,500થી વધુ સ્થાનો દ્વારા 100 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. બજાજ ફિનસર્વ ગ્રુપ સમગ્ર ભારતમાં લગભગ 70,000 લોકોને રોજગારી આપે છે. રાહુલ બજાજ દ્વારા 16 વર્ષ પહેલાં સ્થાપવામાં આવેલ, બજાજ ફિનસર્વ 100 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના વર્ધામાં જન્મેલા મોટા બજાજ જૂથનો એક ભાગ છે.