બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારને રૂ. 935.44 કરોડ ડિવિડન્ડ આપ્યું
મુંબઇ, 12 જુલાઇ: બેંક ઓફ ઇન્ડિયાએ ભારત સરકારને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 935.44 કરોડના ડિવિડન્ડનો ચેક સોંપ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ રજનીશ કર્ણાટક અને તમામ ચાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે સરકાર દ્વારા બેંક ઓફ ઇન્ડિયાના નોમીની ડિરેક્ટર ભૂષણ કુમાર સિન્હાની ઉપસ્થિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણને ડિવિડન્ડનો ચેક સોંપ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 2.80 પ્રતિ ઇક્વિટી શેર (28 ટકા) ડિવિડન્ડની જાહેરાત કરી હતી. સમગ્ર વર્ષ 2023-24 માટે બેંક ઓફ ઇન્ડિયાનો ચોખ્ખો નફો 57 ટકા વધ્યો છે, જે નાણાકીય વર્ષ 2023ના રૂ. 4,023 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2024માં રૂ. 6,318 કરોડ થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)