મુંબઈ: બેંક ઓફ ઇન્ડિયાએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા (નાણાકીય વર્ષ 2022-23નો ત્રીજો ત્રિમાસિક ગાળો)માં રૂ. 1151 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જેમાં ત્રિમાસિક ધોરણે 20 ટકાનો વધારો થયો છે. કાર્યકારી નફો વાર્ષિક ધોરણે 74 ટકા અને ત્રિમાસિક ધોરણે 8 ટકા વધીને રૂ. 3,652 કરોડ થયો છે. એસેટ પર વળતર (આરઓએ) 55 બીપીએસ હતું. એનઆઇએમ ટકાવારી 3.28 ટકા થયું છે. ધિરાણમાં વધારે ઉપાડની સાથે એનઆઇએમ ટકાવારીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી, જે 3.28 ટકા હતી, જેમાં વાર્ષિક ધોરણે 101 બીપીએસનો વધારો થયો હતો. એનઆઇઆઇ વાર્ષિક ધોરણે 64 ટકા અને ત્રિમાસિક ધોરણે 10 ટકા વધીને રૂ. 5,596 કરોડ થઈ હતી. એડવાન્સ પર આવક 7.67 ટકા હતી, જેમાં ત્રિમાસિક ધોરણે 46 બીપીએસ અને વાર્ષિક ધોરણે 65 બીપીએસનો વધારો થયો હતો. કુલ એનપીએની ટકાવારી ઘટીને 7.66 ટકા થઈ હતી. કુલ એનપીએમાં પણ વાર્ષિક ધોરણે રૂ. 6,875 કરોડનો ઘટાડો થયો હતો. ચોખ્ખી એનપીએ વાર્ષિક ધોરણે 105 બીપીએસ ઘટીને 1.61 ટકા થઈ હતી.