અમદાવાદ, 8 મેઃ બેન્ક ઓફ ઇન્ડિયાએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા ચોથા ત્રિમાસિક માટેના જાહેર કરેલા પરીણામો અનુસાર ચોખ્ખો નફો રૂ. 606 કરોડથી 123 ટકા વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,350 કરોડ થયો છે. બેન્કનો ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 2466 કરોડથી વાર્ષિક ધોરણે 69.67% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.4,184 કરોડ થયો હતો. જ્યારે ચોખ્ખી વ્યાજ આવક (NII) નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં રૂ. 3,987 કરોડથી 37.77% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં રૂ. 5,493 કરોડ થઈ છે.

નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળાની મુખ્ય બાબતો

        ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 123% વધીને રૂ. 1,350 કરોડ થયો

        માર્ચ, 2022માં એનઆઈએમ (ગ્લોબલ) 2.56% વધીને માર્ચ, 2023માં 3.15% થઈ

        ગ્રોસ એનપીએ રેશિયો 7.31% રહ્યો જે વાર્ષિક ધોરણે 267 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યો

        નેટ એનપીએ રેશિયો 1.66% રહ્યો જે વાર્ષિક ધોરણે 68 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યો હતો

        પ્રાયોરિટી સેક્ટરને ધિરાણ એએનબીસીના 43.28% રહ્યું

        કાસા રેશિયો ડિસેમ્બર 2022માં 44.56%થી વધીને માર્ચ, 2023માં 44.73% રહ્યો

નાણાંકીય વર્ષ 2023માં ચોખ્ખો નફો 18.15 ટકા વધ્યો

માર્ચ-23ના અંતે પુરા થયેલા વર્ષ માટે બેન્કનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18.15% વધ્યો, જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 3,405 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2023 માટે રૂ. 4,023 કરોડ થયો હતો. ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022 માટે રૂ. 9,988 કરોડ થી 34.09% વધીને નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 13,393 કરોડ થયો છે. નાણાંકીય વર્ષ 2022 માટે ચોખ્ખી વ્યાજ આવક (NII) રૂ. 14,063 કરોડ થી 44.17% વધીને નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 20,275 કરોડ થઈ છે. નાણાંકીય વર્ષ 2022 માટે બિન-વ્યાજ આવક રૂ. 7,879 કરોડ સામે નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 7,100 કરોડ હતી.