બેંક ઓફ મહારાષ્ટ્રનો Q1 ચોખ્ખો નફો 46% વધી રૂ. 1293 કરોડ
મુંબઇ, 15 જુલાઇઃ બેંક ઓફ મહારાષ્ટ્રે 30 જૂન, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં 46 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 882 કરોડની સરખામણીએ 46.6% વધીને રૂ. 1,293.5 કરોડ થયો છે. ચોખ્ખી વ્યાજ આવક (NII) ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 2,340 કરોડની સામે 20 ટકા વધીને રૂ. 2,799 કરોડ થઈ છે. ગ્રોસ એનપીએ 1.85% વિરુદ્ધ 1.88% (QoQ), નેટ NPA 0.20% પર યથાવત (QoQ), ગ્રોસ એનપીએ રૂ. 3,873 કરોડ વિરુદ્ધ રૂ. 3,833 કરોડ (QoQ), નેટ એનપીએ રૂ. 415 કરોડ વિરુદ્ધ રૂ. 409 કરોડ (QoQ) નોંધાવ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)