અમદાવાદ, 16 મેઃ ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત સુધારા બાદ કરેક્શન જોવા મળ્યું હતું. પરંતુ સામે બીએસઇ બેન્કેક્સ અને બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે આંબી ગયા હતા. બીએસઇ બેન્કેક્સ 50178.53 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 50182.08 પોઇન્ટ અને નીચામાં 49765.71 પોઇન્ટની સપાટીએ સ્પર્શ્યા બાદ છેલ્લે 49864.72 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, બેન્કેક્સમાં આગલાં બંધની સરખામણીએ 180.63 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇ એફએમસીજી ઇન્ડેક્સ પણ સવારે 17814.13 પોઇન્ટની સપાટીએ ખુલી ઉપરમાં 17845.64 પોઇન્ટ અને નીચામાં 17726.01 પોઇન્ટ થયા બાદ છેલ્લે 44.02 પોઇન્ટના ઘટાડા સાથે 17738.11 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

વિગતબેન્કેક્સએફએમસીજી
ખુલી50178.5317814.32
વધી50182.0817845.64
ઘટી49765.7117726.01
બંધ49864.7217738.11
ઘટાડો180.6244.02
ઘટાડો0.36 ટકા0.25 ટકા

સેન્સેક્સમાં 413 પોઇન્ટનું કરેક્શન, નિફ્ટી 18300 નીચે

BSE સેન્સેક્સ 62,475.95 અને 61,847.41 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 413.24 પોઈન્ટ્સ ઘટીને 62932.47 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. નિફ્ટી 18,432.35 અને 18,264.35 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 112.35 પોઈન્ટ્સ ઘટાડા સાથે 18286.50 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈમાં બેન્ક, ઓટો, ફાર્મા અને ફાઈનાન્શિયલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી જ્યારે પાવર, કેપિટલ ગૂડ્ઝ, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા અને 0.12 ટકા વધીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, સેન્ટિમેન્ટ સાવચેતીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301416
બીએસઇ365917571772

એફપીઆઇ નેટ લેવાલ વર્સસ ડીઆઇઆઇ નેટ વેચવાલ

વિદેશી નાણાકીય સંસ્થાઓની મંગળવારે રૂ. 1406.86 કરોડની નેટ ખરીદી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 886.17 કરોડની નેટ વેચવાલી રહી હતી.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
SEQUENT79.58+4.44+5.91
ICIL164.45+10.55+6.86
TRIDENT35.21+2.54+7.77
SONATSOFTW953.65+70.40+7.97
BSOFT328.35+19.65+6.37

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
ZENSARTECH351.90-31.70-8.26
JUBLINGREA396.15-25.85-6.13
DISHTV15.70-0.83-5.02
ATGL738.60-38.85-5.00
SINDHUTRAD22.03-1.00-4.34