મુંબઇ,  ૧૬ મે: વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં આજે મોટાભાગની કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરૂનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી તથા હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૦૫ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૩૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરુ તથા કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૭૨૩ રૂ. ખુલી ૫૭૨૩  રૂ., દિવેલનાં ભાવ ૧૧૯૧ રૂ. ખુલી ૧૧૯૧ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૬૫૧ રૂ. ખુલી ૨૬૮૦ રૂ., ધાણા ૬૭૨૨ રૂ. ખુલી ૬૬૯૬ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૬૭૨ રૂ. ખુલી ૫૬૬૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૩૧૭  રૂ. ખુલી ૧૧૨૯૬ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૩૬૦ રૂ. ખુલી ૨૪૩૬૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૫૩૦૦ રૂ. ખુલી ૪૪૩૭૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૦૮.૦૦ રૂ. ખુલી ૧૬૦૨. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૨૦૦ ખુલી ૪૬૭૦૦ રૂ. અને હળદરનાં ભાવ  ૮૨૦૦  રૂ. ખુલી ૮૩૨૬ રૂ. બંધ રહ્યા હતા.