થાણેમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 પ્રોજેક્ટ માટે મંજૂરીઓ પ્રાપ્ત કરી

મુંબઈ, 25 નવેમ્બર: મુંબઈ સ્થિત ભારત એગ્રી ફર્ટ એન્ડ રિયલ્ટી લિમિટેડને અપેક્ષા છે કે થાણેમાં માજીવાડામાં શિવ સાંઈ પેરેડાઈઝ ખાતેનો તેનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ‘WEMBLEY’ G+59 કંપની માટે ગેમ ચેન્જર બની રહેશે. પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચ 24મી ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના દિવસે થયું હતું અને કંપનીએ કુલ 452 એકમોમાંથી 152 એકમો માટે ખરીદદારો તરફથી ઇન્ક્વાયરી મેળવી હતી. કંપનીએ અન્ય રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને એસએસપી ખાતર એકમના આધુનિકીકરણની સાથે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં તેના અંચાવિયો રિસોર્ટ માટે વ્યૂહાત્મક વિસ્તરણ યોજનાઓ પણ હાથ ધરી છે. કંપની આગામી 3થી 4 વર્ષમાં અંદાજે રૂ. 700 કરોડની આવકની અપેક્ષા રાખે છે.

કંપનીએ તમામ સુવિધાઓ અને સવલતો ધરાવતા ટુ અને થ્રી બીએચકે રેસિડેન્શિયલ ફ્લેટ્સ ધરાવતા “WEMBLEY” ગ્રાઉન્ડ-59 ફ્લોર્સ, શિવ સાંઈ પેરેડાઈઝ, ફેઝ 2, માજીવાડાના હાઈ રાઈઝ ટાવર પ્રોજેક્ટ માટે તમામ જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કરી લીધી છે.

કંપની હવે અંચાવિયો રિસોર્ટના હોસ્પિટાલિટી બિઝનેસ તથા રિયલ એસ્ટેટ બિઝનેસના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં કંપનીના વાડા ખાતેના થીમ આધારિત રિસોર્ટમાં 46 રૂમની ક્ષમતા છે જે વધીને 125 રૂમ થશે.

કંપની તેમના હાલના 1,32,000 ટીપીવાય એસએસપી ખાતર એકમને સંતુલિત સાધનોની સ્થાપના સાથે આધુનિક અને અપડેટ કરવાનો પ્રયાસ કરી રહી છે. 

વધુમાં, કંપની પાસે 40,00,000 ચોરસ ફૂટની (92 એકર) ફ્રી હોલ્ડ ફાજલ જમીનમાં વીકએન્ડ હોમ્સ સ્થાપવાનું આયોજન કરી રહી છે. કંપની વર્તમાન ફ્રી હોલ્ડ જમીનની બાજુમાં 30 એકર (13,00,000 ચોરસ ફૂટ) જમીન હસ્તગત કરવાની પ્રક્રિયામાં પણ છે.

કંપની પાસે ફોર્ટ એરિયા, મુંબઈમાં 431 ચોરસ મીટર ધરાવતું તેનું ભારત હાઉસ છે જે લીઝના ધોરણે આપવામાં આવ્યું છે અને કંપની લક્ઝરી કોમર્શિયલ વકીલ/સોલિસિટર ઓફિસો વિકસાવવાનું પણ આયોજન કરી રહી છે. કંપની ભવિષ્યમાં 30,000 ચોરસ ફૂટ રેરા કાર્પેટ સેલેબલ એરિયા બનાવી શકે છે.

કંપનીએ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનની નજીક મુંબઈમાં વિલે પાર્લે (ઇસ્ટ) માં પ્રાઈમ લોકેશનમાં 35,000 ચોરસ ફૂટ વિસ્તારના 3/4 બીએચકે રહેણાંક આલિશાન ફ્લેટનો જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)