ભારત ફોર્જ અને વિન્ડરેસર્સે DSEI UK 2025 ખાતે UAV કામગીરીને આગળ વધારવા MOU કર્યાં
અમદાવાદ, 13 સપ્ટેમ્બર ભારત ફોર્જ લિમિટેડ (BFL) અને યુકે સ્થિત વિશ્વના સૌથી કુશળ ડ્યુઅલ-યુઝ હેવી-લિફ્ટ ડ્રોનના નિર્માતા વિન્ડરેસર્સ લિમિટેડે સમગ્ર ભારતમાં વિન્ડરેસર્સ અલ્ટ્રા અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV)ની તૈનાતી, લોકલાઇઝેશન અને એપ્લીકેશન માટે સહયોગ કરવા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે. આ એમઓયુ ઉપર લંડનમાં DSEI UK 2025માં હસ્તાક્ષર કરાયાં હતાં.
યુકે-ઇન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અંતર્ગત થયેલી ભાગીદારી બંન્ને દેશોમાં એરોસ્પેસ ટેક્નોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશનને આગળ ધપાવશે, જે ઇન્ડિયા-યુકે વિઝન 2035ના લક્ષ્યો સાથે સુસંગત છે. આ MOU પ્રારંભિક બે વર્ષના સમયગાળાથી શરૂ થાય છે, જે બંન્ને કંપનીઓને લોકલાઇઝેશનને આગળ વધારવા, જોઇન્ટ ટ્રાયલ હાથ ધરવા તેમજ ભારતમાં તૈનાતી માટે એક નિર્ણાયક કરારને આકાર આપવાની તક આપે છે.
વિન્ડરેસર્સ અલ્ટ્રાએ પહેલાથી જ આંતરરાષ્ટ્રીય કામગીરીમાં તેની મલ્ટી-મિશન સ્થિતિસ્થાપકતા અને વિશ્વસનીયતા સાબિત કરી દીધી છે, જેમાં એન્ટાર્કટિક રિસર્ચ મિશન માટે તેના વર્તમાન સહયોગનો સમાવેશ થાય છે. તે જોખમી અને દુર્ગમ ભૂપ્રદેશ ઉપર સલામત અને કાર્યક્ષમ પરિવહનને સક્ષમ કરીને ભારતને સમાન લાભ પહોંચાડવાની અપેક્ષા છે.
વિન્ડરેસર્સ અલ્ટ્રા એક પ્રોપરાઇટરી મિશન કંટ્રોલ અને ઓટોપાયલટ સિસ્ટમનો ઉપયોગ કરે છે તેમજ તે છ થી સાત કલાકના મિશન માટે રચાયેલ છે. અલ્ટ્રા ભારતના સમુદ્રી અને ટાપુ પ્રદેશો, ઉચ્ચ-ઊંચાઈવાળા હિમાલય ભૂપ્રદેશ અને ભારતના દૂરના ઉત્તરપૂર્વથી લઈને વિવિધ વાતાવરણમાં કાર્ય કરવા માટે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવ્યું છે.
આ MOU ભારત ફોર્જ અને વિન્ડરેસર્સ વ્યાપક એરોસ્પેસ વૃદ્ધિ વ્યૂહરચના સાથે સુસંગત છે, જેમાં ભારતમાં યુએવી ક્ષમતાઓને આગળ વધારવા, નવીનતા, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક એરોસ્પેસ એપ્લિકેશનોને ટેકો આપવાનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
