બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સને રૂ. 27.14 કરોડની સબસિડી માટે પ્રમાણપત્ર મળ્યું
સુરત, 27 માર્ચ: એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદકબિગબ્લોક કન્સ્ટ્રક્શનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટને મહારાષ્ટ્ર સરકારની પેકેજ સ્કીમ ઓફ ઇન્સેન્ટિવ્સ-2019 હેઠળ રૂ. 27.14 કરોડની સબસિડી માટે લાયકાત પ્રમાણપત્ર મળ્યું છે. મહારાષ્ટ્રની રાજ્ય સરકાર તરફથી સબસિડી મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે કંપનીના એએસી બ્લોક્સ પ્રોજેક્ટના પહેલા તબક્કાનું કામ પૂરા થવા પર મળી છે. વાડા પ્રોજેક્ટના બીજા તબક્કાનું કામ હાલ ચાલુ છે અને કંપની વિસ્તરણ થયા પછી સબસિડીના લાભો મેળવવાનો ઉદ્દેશ રાખે છે. ફેઝ 2 સબસિડી અલગ રહેશે અને આ સબસિડીથી ઉપરાંત રહેશે.
પ્રોજેક્ટના ફેઝ 1 માટેની કુલ પાત્ર સબસિડી 01 મે, 2023ની અસરથી 10 વર્ષના ગાળા માટે રૂ. 27.14 કરોડ જેટલી રહેશે. આ સબસિડી મહારાષ્ટ્રમાં વેચાણ,વ્યાજ સબસિડી,ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી ચૂકવવામાંથી મુક્તિ (10 વર્ષ માટે),પાવર ટેરિફ સબસિટી (3 વર્ષ) પર 100 ટકા એસજીએસટી મુક્તિના સ્વરૂપે મેળવી શકાશે.બીજા તબક્કામાં કંપની વાડા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા હાલ વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટર એએસી બ્લોક્સથી વધારીને વાર્ષિક 5 લાખ ક્યુબિક મીટર સુધી લઈ જવાનો ધ્યેય રાખે છે. બીજા તબક્કાની કામગીરી પૂરી થયા બાદ વાડા ખાતે કુલ ઉત્પાદન ક્ષમતા વધીને વર્ષે 5 લાખ ક્યુબિક મીટર થશે. સંપૂર્ણ ક્ષમતા પર વાડા પ્લાન્ટ વર્ષે રૂ. 160 કરોડ જેટલી આવક મેળવે તેવી સંભાવના છે.
બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે એસસીજી ગ્રૂપ સાથેની અમારી ભાગીદારી ટેક્નોલોજીકલ અને કોમર્શિયલ કુશળતાના આદાનપ્રદાન પર ભાર મૂકે છે અને ભારતીય બજાર માટે અદ્યતન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ રજૂ કરે છે.વધુમાં, થાઈલેન્ડના એસસીજી ગ્રુપ સાથેના સંયુક્ત સાહસમાં કંપની સિઆમ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે ગુજરાતના અમદાવાદમાં કપડવંજ ખાતે ખાતે વાર્ષિક 3 લાખ ઘન મીટરની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે અને નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે. બિગબ્લોક કન્સ્ટ્રક્શન સંયુક્ત સાહસ કંપનીમાં 52 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે એસસીજી 48 ટકા હિસ્સો ધરાવે છે. તમામ ચાલુ વિસ્તરણ પૂર્ણ થયા પછી કંપનીની કુલ ક્ષમતા વધીને વાર્ષિક 13.75 લાખ ઘન મીટર થશે, કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 2.75 લાખ કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની પણ અપેક્ષા રાખે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)