સુરત, 9 ડિસેમ્બર:  BIG BLOC કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, BIG BLOC બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ પ્રોજેક્ટના બીજા તબક્કા પર કામ શરૂ કર્યું છે. કંપની વાડા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને હાલના વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરથી બમણી કરીને 5 લાખ ક્યુબિક મીટર પ્રતિ વર્ષ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

વાડા પ્રોજેક્ટના બીજા તબક્કામાં, કંપની આશરે 30 કરોડ નું રોકાણ કરીને એએસી બ્લોક ક્ષમતામાં વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટર ઉમેરવાનું આયોજન કરી રહી છે. કંપની આગામી છ મહિનામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે.

કંપની વાડા પ્લાન્ટ ખાતે AAC બ્લોકની ઉત્પાદન ક્ષમતા બમણી કરીને વાર્ષિક 5 લાખ ક્યુબિક મીટર કરવા માટે આશરે રૂ. 30 કરોડનુ ઈન્વેસ્ટ કરશેવાડા પ્લાન્ટની સંપૂર્ણ ક્ષમતાથી દર વર્ષે રૂ. 200 કરોડની આવક થવાની ધારણા. પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 60% સબસિડી માટે પાત્રવર્તમાન વિસ્તરણ યોજનાઓ પૂર્ણ કર્યા પછી કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 13.75 લાખ ક્યુબિક મીટર થઈ જશે

કંપનીએ એપ્રિલ 2023 માં પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વાડા ખાતે 2.5 લાખ ઘન મીટરના વાર્ષિક ક્ષમતાના AAC બ્લોક પ્લાન્ટમાં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું જે હાલમાં 85% ક્ષમતા પર કાર્યરત છે. વાડા પ્લાન્ટનો ફેઝ 2 પૂરો થયા પછી, AAC બ્લોક પ્લાન્ટની કુલ ઉત્પાદન ક્ષમતા વધીને 5 લાખ ક્યુબિક મીટર થશે. પ્લાન્ટની સંપૂર્ણ ક્ષમતાથી દર વર્ષે રૂ. 200 કરોડની આવક થવાની ધારણા છે. વાડા પ્રોજેક્ટ રાજ્ય સરકાર તરફથી 60% સબસિડી માટે પાત્ર છે.

2015 માં સ્થાપિત BIG BLOC કન્સ્ટ્રક્શન લિમિટેડ એએએસી બ્લોક સ્પેસમાં વાર્ષિક 8.25 લાખ ઘન મીટરની ઉત્પાદન ક્ષમતા સાથે મોટી અને એકમાત્ર લિસ્ટેડ કંપની છે. કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ગુજરાતમાં ઉમરગાંવ (વાપી) અને કપડવંજ (અમદાવાદ) અને મહારાષ્ટ્રમાં વાડા (પાલઘર)માં સ્થિત છે.

BIG BLOC કન્સ્ટ્રક્શન લિમિટેડના ચેરમેન નારાયણ સાબૂએ જણાવ્યું હતું કે, વાડા ફેઝ 2 અને SCG સાથેના સંયુક્ત સાહસ પ્લાન્ટના વિસ્તરણ પછી કંપની AAC બ્લોક્સની વધતી માંગને પૂરી કરવા માટે વધુ સારી સ્થિતિમાં હશે. વર્તમાન વિસ્તરણ કંપનીની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 13.75 લાખ ક્યુબિક મીટર થઈ જશે.

થાઈલેન્ડના એસસીજી ગ્રુપ સાથેના સંયુક્ત સાહસમાં, મેસર્સ સિઆમ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ લિમિટેડ કપડવંજ, અમદાવાદ (ગુજરાત) ખાતે એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ માટે વાર્ષિક 3 લાખ ઘન મીટરનો પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપની આગામી 5-6 મહિનામાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવાની અપેક્ષા રાખે છે. ભારતમાં એસસીજી ગ્રુપનું આ પ્રથમ રોકાણ છે. BIG BLOC કન્સ્ટ્રક્શન સંયુક્ત સાહસ કંપનીમાં 52% હિસ્સો ધરાવે છે.

કંપનીએ અત્યાર સુધીમાં 2,000થી વધુ પ્રોજેક્ટ હાથ ધર્યા છે અને અન્ય 1,500થી વધુ પાઇપલાઇનમાં છે. કંપનીના ક્લાયન્ટમાં લોધા, અદાણી રિયલ્ટી, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, પ્રેસ્ટિજ, પિરામલ, ઓબેરોય રિયલ્ટી, શિર્કે ગ્રૂપ, શાપૂરજી પાલોનજી ગ્રુપ, રાહેજા, પીએસપી પ્રોજેક્ટ્સ, એલએન્ડટી, સનટેકનો સમાવેશ થાય છે. કંપની ઉમરગામ અને કપડવંજમાં 450 કિલોવોટની સોલાર રૂફટોપ ફેસિલિટી સ્થાપિત કરી રહી છે જેથી કાર્બન ફૂટપ્રિન્ટ શક્ય તેટલી ઓછી રહે. આના દ્વારા, કંપની તેના બંને પ્લાન્ટમાં તેની વીજ જરૂરિયાતની લગભગ 33% જેટલી જરૂરિયાત રિન્યુએબલ ગ્રીન એનર્જી – સોલાર પાવરથી બદલી શકશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)