દિલ્હી અને સુરતમાં ન્યૂમીના નવા સ્ટોર્સની શરૂઆત
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: જનરેશન ઝેડ મહિલાઓ માટે ફેશન-ટેક બ્રાન્ડ્સમાંની એક ન્યૂમીએ બ્લેક ફ્રાઈડે વિકએન્ડના યોગ્ય સમયે પેસિફિક મોલ, રાજૌરી ગાર્ડન, દિલ્હી અને આઈડબ્લ્યૂસી વીઆઈપી રોડ, સુરત ખાતે બે નવા રિટેલ સ્ટોર્સ શરૂ કર્યા છે. આ સાથે, ન્યૂમીએ પેસિફિક મોલ, દિલ્હીમાં 10મો સ્ટોર અને સુરતમાં 11મો સ્ટોર ખોલ્યો છે.
ન્યૂમીના સીઇઓ અને ફાઉન્ડર સુમિત જસોરિયાએ આ બેવડા લોન્ચ પ્રસંગે જણાવ્યું: “દિલ્હી અને સુરત અમારા માટે મુખ્ય બજારો છે કારણ કે અમે ટિયર-1 અને ટિયર-2 બંને શહેરોમાં વિસ્તરણ કરી રહ્યાં છીએ. અમારા ઓનલાઈન વેચાણ માટે દિલ્હી ટોચના શહેરોમાં સ્થાન ધરાવે છે.આગામી અઠવાડિયામાં, અમે દિલ્હી-એનસીઆરના અન્ય ભાગો સાથે પુણે અને ગુડગાંવમાં બે નવા સ્ટોર ખોલવાની યોજના બનાવી રહ્યા છીએ.
ગયા વર્ષનું સેલ એક ગેમ-ચેન્જર હતું, જેમાં માત્ર એક જ દિવસમાં 10 ગણાઓનલાઈન ઓર્ડર અને અમારા બેંગ્લોર સ્ટોર્સમાં 6 ગણીવેચાણ વૃદ્ધિ નોંધાવી હતી. આ વર્ષે, અમે પ્રથમ 10,000 ગ્રાહકો માટે ગિફ્ટ અને ગુડીઝ સાથે અમારી વેબસાઈટ, એપ અને સ્ટોર્સ પર બાય 1 ગેટ 1 ફ્રી ડીલ સાથે વધુ મૂલ્ય ઉમેરી રહ્યાં છીએ. અમે આ બ્લેક ફ્રાઈડે પર પણ 10 ગણી વૃદ્ધિની અપેક્ષા ધરાવી રહ્યાં છીએ.
માત્ર 2વર્ષ પહેલાં તેની શરૂઆત થઈ ત્યારથી, ન્યૂમીએ અસાધારણ વૃદ્ધિનો અનુભવ કર્યો છે. 12 લાખથી વધુ ગ્રાહકોને સેવા આપીને, બ્રાન્ડ તેની એપ દ્વારા મજબૂત ઓનલાઈન ઉપસ્થિતિ જાળવીને 7 ભારતીય શહેરોમાં 9 ઓફલાઈન સ્ટોર ચલાવે છે.