અમદાવાદ, 2 જાન્યુઆરી: બ્લેકસ્ટોન અને બાગમને ગ્રૂપ દ્વારા સમર્થિત બાગમને પ્રાઇમ ઓફિસ REITએ રૂ. 4,000 કરોડના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) ઇશ્યૂ માટે મૂડીબજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ ઓફર ડોક્યુમેન્ટ ફાઇલ કર્યું છે. આ IPOમાં ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS) બંન્ને સામેલ છે. ઓએફએસ રૂ. 1,000 કરોડનો તથા ફ્રેશ ઇશ્યૂનું કદ રૂ. 3,000 કરોડ રહેશે.

આઇપીઓ દ્વારા એકત્રિત ભંડોળનો ઉપયોગ લક્સર એટ બાગમને કેપિટલ ટેક પાર્કને રૂ. 1,775 કરોડમાં હસ્તગત કરવા માટે ઉપયોગમાં લેવાશે. વધુમાં, બાગમને રિયો માં 93.00% હિસ્સો ખરીદવા માટે ભાગરૂપે નાણાં પૂરા પાડવા ₹1,025 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવાની યોજના છે; બાગમને રિયો પાસે 1.1 મિલિયન ચોરસ ફૂટનું બાગમને રિયો બિઝનેસ પાર્ક માલિકી હેઠળ છે. બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે, જેમાં સંચાલકીય જરૂરિયાતો અને આવશ્યકતાઓનો સમાવેશ થાય છે. આ ઉપયોગ સેબી REIT નિયમો અનુસાર કુલ એકત્રિત ભંડોળના 10 ટકા સુધી સીમિત છે.

બાગમને ઓફિસ REIT પાસે છ પ્રીમિયમ ગ્રેડ A+ બિઝનેસ પાર્કનો પોર્ટફોલિયો છે, જેનો કુલ વિસ્તાર 20.3 મિલિયન ચોરસ ફૂટ (16.1 મિલિયન ચોરસ ફૂટ પૂર્ણ થયેલ વિસ્તાર) છે, જેમાં 607 કી સાથે બે બાંધકામ હેઠળની હોટલના 0.7 મિલિયન ચોરસ ફૂટનો સમાવેશ થાય છે. 30 જૂન, 2025 સુધીમાં પોર્ટફોલિયોમાં 97.9 ટકાની કમિટેડ ઓક્યુપન્સી છે. 30 જૂન, 2025 સુધીમાં REIT પાસે ગ્રોસ એસેટ વેલ્યુ (GAV) રૂ. 38,790 કરોડ છે.

જેએમ ફાઇનાન્સિયલ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ, એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, 360 વન વીએએમ લિમિટેડ અને એચડીએફસી બેંક લિમિટેડ ઓફરના બુક-રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)