અમદાવાદ, 1 એપ્રિલઃ બ્લુ સ્ટાર લિમિટેડે રૂમ એસીની નવી વ્યાપક શ્રેણી લોન્ચ કરી છે. જેમાં ‘બેસ્ટ ઈન ક્લાસ એફોર્ડેબલ’ રેન્જ અને ‘ફ્લેગશિપ પ્રીમિયમ’ રેન્જનો સમાવેશ થાય છે. કંપનીએ ઇન્વર્ટર, ફિક્સ સ્પીડ અને વિન્ડો એસી સહિતના 100થી વધુ મૉડલ લૉન્ચ કર્યા છે. કંપની ખાસ કરીને દ્વિતીય અને તૃતીય શ્રેણીના શહેરોમાં તેમજ રિપ્લેસમેન્ટ માર્કેટમાં પ્રથમ વખતના ખરીદનારાઓની માગનો અનુભવ કરી રહી છે.

2024 માટે એર કંડિશનરની નવી 3 શ્રેણી લોન્ચ કરી

કંપનીએ ઇન્વર્ટર સ્પ્લિટ એસી સેગમેન્ટમાં ત્રણ કેટેગરી લોન્ચ કરી છે. જેમાં 2-સ્ટાર, 3-સ્ટાર અને 5-સ્ટાર વેરિઅન્ટ્સમાં ફ્લેગશિપ, પ્રીમિયમ અને પરવડી શકે તેવી રેન્જનો સમાવેશ થાય છે, જે 0.8 TR થી 2.2 TR સુધીની વિવિધ કુલિંગ ક્ષમતાઓમાં રૂપિયા 29,990ના શરૂઆતના ભાવે ઉપલબ્ધ છે.

તેમાં ‘AI Pro’ નામના ઈનોવેટિવ ફીચરનો સમાવેશ થાય છે. વધુમાં, તેમાં ઝડપી ઠંડક માટે ‘ટર્બો કૂલ’, કૂલિંગની ક્ષમતાને વધારવા કે ઘટાડવા ‘કન્વર્ટિબલ 6-ઇન-1 કૂલિંગ’તેમજ લાંબા આયુષ્ય માટે કોઈલમાં કાટ અને લીકેજને રોકવા  IDUs and ODUs બંને માટે અનુક્રમે નેનો બ્લૂપ્રોટેક્ટ ટેક્નોલોજી અને હાઈડ્રોફિલીક ‘બ્લૂ ફિન’ કોટિંગનો સમાવેશ થાય છે. એકસમાન ઠંડક માટે 4-વે સ્વિંગ; ઝડપી અને અસરકારક ઠંડક માટે હાઈ કૂલિંગ પર્ફોમન્સ, દરેક 0.5° સેલ્સિયસ પર તાપમાન સેટ કરવા માટે પ્રિસિઝન કૂલિંગ ટેક્નોલોજી અને સ્વચ્છ હવા માટે એક્ટિવેટેડ કાર્બન સાથે PM2.5 ફિલ્ટરનો સમાવેશ થાય છે.

ફ્લેગશિપ રેન્જ

કંપનીએ  ફ્લેગશિપ મોડલ્સની શ્રેણી લોન્ચ કરી છે, જેમાં ‘સુપર એનર્જી-એફિશિયન્ટ એસી,’ ‘હેવી-ડ્યુટી એસી,’ ‘સ્માર્ટ વાઇ-ફાઇ એસી,’ ‘હોટ એન્ડ કોલ્ડ એસી’ અને ‘એન્ટિ-વાયરસ ટેક્નોલોજી સાથેના એસી’નો સમાવેશ થાય છે. વધુમાં, કંપનીએ પોતાના વારસાની યાદગીરી તરીકે 80મા વર્ષનું સ્પેશિયલ એડિશન AC લોન્ચ કર્યું છે. જે તેને દેશમાં ઉપલબ્ધ સૌથી એડવાન્સ્ડ એર કંડિશનર બનાવે છે.

આ એસી 55 ફૂટ સુધીના શક્તિશાળી એર થ્રો સાથે પણ આવે છે અને 43 ડિગ્રી સેલ્સિયસ પર પણ 100% ઠંડક ક્ષમતા પૂરી પાડે છે. કંપનીએ એક પ્રકારનું સ્માર્ટ વાઇ-ફાઇ એસી પણ બહાર પાડ્યું છે, વૉઇસ કમાન્ડ ટેક્નૉલૉજી સાથે, ગ્રાહકો તેમના ACને તેમના સ્માર્ટ ડિવાઇસ, જેમ કે Amazon Alexa અથવા Google Home દ્વારા અંગ્રેજી કે હિન્દી વૉઇસ કમાન્ડના માધ્યમથી ઑપરેટ કરી શકે છે.

હોટ એન્ડ કોલ્ડ એસી, જે આસપાસના -10 ° સે. તાપમાનમાં પણ કામ કરી શકે છે, આ એસી ખાસ કરીને શ્રીનગર જેવા બજારો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, અન્ય શ્રેણી -2 ° સે. સુધીના નીચા તાપમાને કામ કરી શકે છે.

મેન્યુફેક્ચરિંગ ફૂટપ્રિન્ટમાં વધારો

બ્લુ સ્ટારે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લુ સ્ટાર ક્લાઈમેટેક લિમિટેડના માધ્યમથી, શ્રી સિટી, આંધ્ર પ્રદેશમાં એક અત્યાધુનિક ઉત્પાદન સુવિધા સ્થાપી છે, જેણે જાન્યુઆરી 2023માં વ્યાપારી ધોરણે ઉત્પાદન શરૂ કર્યું હતું. વધુમાં, હિમાચલ પ્રદેશમાં બ્લુ સ્ટારના બે પ્લાન્ટ, રૂમ એસીના ઉત્પાદન માટે સમર્પિત છે. આ પ્લાન્ટ્સ સાથે, બ્લુ સ્ટાર પાસે હવે 10 લાખથી વધુ રૂમ ACની ઉત્પાદન ક્ષમતા છે, જે ક્રમિક રીતે સમયાંતરે 18 લાખ AC સુધી પહોંચી જશે.

કંપની પાસે 2,100 થી વધુ સેવા કેન્દ્રોનું સંકલિત નેટવર્ક છે. કંપની પાસે 150 થી વધુ સર્વિસ ક્રૂ વાહનોનો કાફલો પણ છે.

ભાવિ સંભાવનાઓ, 80મી વર્ષગાંઠની વિશેષ ઉપભોક્તા ઑફર્સ

બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી થિયાગરાજને જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ 2030 સુધીમાં બજાર બમણાથી પણ વધી જશે. અમને વિશ્વાસ છે કે તમામ ઉપભોક્તા સેગમેન્ટ્સ અને પ્રાઇસ પોઈન્ટ્સમાં રૂમ ACની પ્રચંડ બટાલિયન સાથે, અમે બજાર કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામીશું.

આ વર્ષે બ્લુ સ્ટારના અસ્તિત્વના 80 વર્ષ પૂરા થયા છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્નને યાદગારબનાવવા માટે 80-મહિનાની વોરંટી, 80 રૂપિયા પ્રતિ દિવસના EMI, 680 રૂપિયાના ઓછા દરે ઇન્સ્ટોલેશન તેમજ  તમામ AC પર કેટલાક કેશબેક અને કન્ઝ્યુમર ફાઇનાન્સ ઑફર્સનો સમાવેશ થાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)