ICIDSની પરિષદમાં Net-Zero અને ભવિષ્યના શહેરોના માર્ગ કંડારવા મંથન
અમદાવાદ, 22 ડિસેમ્બર: ભવિષ્ય માટે તૈયાર, સ્થિતિસ્થાપક અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત મનોમંથન ચાલુ રહે અને વ્યાપક સંવાદ થતો રહે તે માટેની અદાણી સમૂહની મજબૂત પ્રતિબધ્ધતાના ભાગરુપે તા.18 અને 19 ડિસેમ્બરના બે દિવસ માટે અદાણી યુનિવર્સિટીએ અમદાવાદના શાંતિગ્રામ ખાતેના કેમ્પસમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (ICIDS 2025) પર ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું.
અદાણી યુનિવર્સિટી અને અદાણી સિમેન્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત અને વિદેશના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિવસે “ધ રોડ ટુ નેટ-ઝીરો: ઇન્ટિગ્રેટિંગ ક્લીન એનર્જી ઇનટુ ટુમોરોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર” વિષય પર ફાયરસાઇડ ચેટ પણ યોજાઈ હતી, જેનું સંચાલન અદાણી યુનિવર્સિટીના ડૉ. નમિતા પ્રજ્ઞા દ્વારા કરવામાં આવ્યું હતું. સમાપનના બીજા દિવસે અમલીકરણની શ્રેષ્ઠતા પર લક્ષ્ય કેન્દ્રિત કરી અમદાવાદ નજીક વિશ્વ ઉમિયા ધામ પ્રકલ્પની ટેકનિકલ સંક્ષિપ્ત માહિતી અને માર્ગદર્શિત સ્થળની મુલાકાત આવરી લેવામાં આવી હતી. આ પ્રકલ્પને વિશ્વના સૌથી મોટા રાફ્ટ ફાઉન્ડેશન માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતનું માળખાગત ભવિષ્ય શિક્ષણવિદો, ઉદ્યોગ અને નીતિ નિર્માતાઓ વચ્ચે સહયોગ દ્વારા સંચાલિત ટકાઉપણું, ટેકનોલોજી, કૌશલ્ય અને સ્કેલ પર અમલીકરણના એકીકરણ પર આધારિત છે તેવા સ્પષ્ટ સંદેશ સાથે ICIDS 2025નું સમાપન થયું હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
