બ્રિગેડ હોટેલ વેન્ચર્સે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 31 ઓક્ટોબરઃ દક્ષિણ ભારતમાં ખાનગી હોટેલોમાં એસેટ ધરાવનારી અને ચેન-અફિલિએટેડ હોટેલ્સ અને રૂમની બીજી સૌથી મોટી માલિક બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડે SEBI સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર -આઇપીઓમાં – રૂ. 10ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેરના રૂ. 900 કરોડ સુધીના તાજા (ફ્રેશ) ઇશ્યૂનો સમાવેશ થાય છે.
બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડ એ મુખ્યત્વે સમગ્ર દક્ષિણ ભારતમાં મુખ્ય શહેરોમાં હોટેલ્સના માલિક અને ડેવલપર છે. 30 જૂન, 2024 સુધીની સ્થિતિએ તેઓ દક્ષિણ ભારતમાં (કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા અને કેન્દ્ર-શાસિત પ્રદેશો – લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને પોંડિચેરી રાજ્યો)માં ચેઇન-અફિલિએટેડ હોટેલ્સ અને રૂમના બીજા સૌથી મોટા માલિક (એટલે કે, સમગ્ર ભારતમાં ઓછામાં ઓછા 500 રૂમ) છે.
બ્રિગેડ હોટેલ વેન્ચર્સ લિમિટેડ એ ભારતમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંની એક બ્રિગેડ એન્ટરપ્રાઇઝ લિમિટેડની (BEL) સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. BEL એ તેમની પ્રથમ હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર બેંગ્લોરના ડેવલપમેન્ટ સાથે 2004માં હોસ્પિટાલિટી બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. તેણે 2009માં કામગીરી શરૂ કરી હતી. કંપની પાસે 1,604 રૂમ સાથે બેંગલુરુ (કર્ણાટક), ચેન્નાઈ (તામિલનાડુ), કોચી (કરેળ), મૈસુરુ (કર્ણાટક) અને ગિફ્ટ સિટી (ગુજરાત)માં નવ ઓપરેટિંગ હોટેલ્સનો પોર્ટફોલિયો છે. હોટેલ્સનું સંચાલન વૈશ્વિક માર્કી હોસ્પિટાલિટી કંપનીઓ જેમ કે મેરિયટ્ટ, એકોર અને ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બૂક રનિંગ લીડ મેનેજર્સ છે.