અમદાવાદ, 5 જૂનઃ પાતળી સરસાઇથી જીતેલી એનડીએની નવી સરકારના હાથ હવે નવાં પડકારજનક સુધારાઓ માટે હાથ બંધાયેલા રહેશે. એટલુંજ નહિં, પીએસયુ, ડિફેન્સ, બેન્કિંગ સેક્ટર્સ માટે પણ થોડો સમય વાતાવરણ નેગેટિવ રહે તેવી ધારણા અગ્રણી બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તે સંજોગોમાં જે રોકાણકારોએ પ્રોફીટ બુકિંગ કરવાનું રહી ગયું હોય તેમણે હોલ્ડની સ્થિતિ જાળવી રાખવી. જેમની પાસે કેશ ઓન હેન્ડ હોય તેમણે પ્રત્યેક ઘટાડે ફન્ડામેન્ટલ્સ, ફેન્સ અને વોલેટિલિટી ધરાવતાં બ્લૂચીપ સ્ટોક્સમાં લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી ખરીદીનો વ્યૂહ અપનાવવાની પણ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

GS: નબળાઈમાં ખરીદો; વળતર મેળવવા માટે મજબૂત કમાણી ડિલિવરી, ઓટો, ટેલિકોમ, ઔદ્યોગિક અને વીમા પર વધુ વજન (પોઝિટિવ)

CLSA: SMIDsના રેકોર્ડ પ્રીમિયમ અને મોદી સ્ટોક્સ, ખાનગી બેંકો, IT, વીમા અને કોમોડિટીઝના તાજેતરના રિ-રેટિંગ પર ખુલ્લેઆમ શંકાઓ ઉઠે છે. L&T ને HCL ટેક વડે બદલો (નેચરલ)

બર્નસ્ટીન: ઉચ્ચ સિંગલ-ડિજિટ વળતરનો દૃષ્ટિકોણ જાળવી રાખો; નિફ્ટી લક્ષ્ય રૂ. 23,500 (નેચરલ)

જેફરી: PM મોદી સાદી બહુમતી ગુમાવવી એ અણધારી હતી, અમારો આધાર કેસ PM મોદીના નેતૃત્વમાં ગઠબંધન સરકાર છે (નેચરલ)

એક્સિસ કેપ: નાણાકીય એકત્રીકરણ, વહીવટી અને કાયદાકીય ફેરફારો ચાલુ રાખવા માટે મર્યાદિત અસર;. (નેચરલ)

DAM: PSBs ચક્રીય મૂલ્યાંકન: ઘટવા છતાં પસંદગીની બેંકોમાં કેટલીક જગ્યા (નેચરલ)

UBS: રાજકીય પરિણામ આવક પિરામિડના નીચલા છેડે નબળા સેન્ટિમેન્ટ સૂચવે છે, ભારત પર ઓછું વજન (નેગેટિવ)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)