માર્કેટ લેન્સઃ ભાઇ! તમે શેરબજારનુ કરો છો….?, ના ભાઇ! શેરબજાર જ અમારું કરી નાંખે છે….!!
નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 22,840, 23,288 અને 24,013, સપોર્ટઃ 21,390, 20,942 અને 20,217
અમદાવાદ, 5 જૂનઃ લોકસભા ચૂંટણી પરીણામોમાં એનડીએની પાતળી સરસાઇ સાથે જ મંદીવાળાઓ, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, બજારના જાણભેદુઓ કે જેમણે તા.3જી જૂને એક્ઝિટ પોલની આડમાં માલ વેચી માર્યો હતો તેમણે પણ ભેગા મળીને શેરબજારના ચક્રવ્યૂહમાં ફસાયેલા સામાન્ય રોકાણકારોની મૂડીની રેવડી કરી નાંખી હતી. તેના કારણે જ માર્કેટમાં નવો એક જોક સાંભળવા મળ્યો કે,
તમે શેરબજારનુ કરો છો….?
ના ભાઇ શેરબજાર જ અમારું કરી નાંખે છે….!!
એની વે…
નિફ્ટીએ 23 માર્ચ, 2020 (કોવિડ લોકડાઉન ક્રેશ દરમિયાન) પછીનો સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો નોંધાવ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 4,389.73 પોઈન્ટ અથવા 5.74 ટકા ઘટીને 72,079.05 પર અને નિફ્ટી 1,379.40 પોઈન્ટ અથવા 5.93 ટકા ઘટીને 21,884.50 પર હતો.
રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે મહત્વના સપોર્ટ લેવલ્સ 21051- 20217 પોઇન્ટ જ્યારે રેઝિસ્ટન્સ લેવલ્સ 22949- 24013 પોઇન્ટ ધ્યાનમાં રાખવાની અને સ્ટોપલોસ સાથે જ ટ્રેડિંગ કરવાની સલાહ મળી રહી છે. નિફ્ટી માટે 21000ની સપાટી વિશેષ કરીને રોક બોટમ ગણવી. જ્યારે 22800 હવે મહત્વની રેઝિસ્ટન્સ સપાટી બની રહે તેવી સંભાવના છે.
બેંક નિફ્ટીએ નોંધપાત્ર રીતે ઊંચા વોલ્યુમ સાથે ડેઇલી ચાર્ટ પર બીગ બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના જોઈ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સ RSI અને MACD એ નેગેટિવ ક્રોસઓવર આપ્યો છે. GIFT નિફ્ટી ટ્રેન્ડને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકો 5 જૂનના રોજ ઊંચા ખુલવાની ધારણા છે.
GIFT નિફ્ટીમાં સુધારાથી માર્કેટમાં થોડો આશાવાદ
GIFT નિફ્ટી 5 જૂને નિફ્ટી 50 બંધની સરખામણીમાં 95.5 પોઈન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો, જે દિવસની સકારાત્મક શરૂઆત સૂચવે છે. સવારે 06:50 વાગ્યે નિફ્ટી ફ્યુચર 22,042.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી રાઇઝિંગ ચેનલના નીચલા છેડાની નીચે 21,885 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતો કહે છે કે 21,250 પર નિર્ણાયક સપોર્ટ સાથે ઇન્ડેક્સ નકારાત્મક ટ્રેન્ડ સાથે અસ્થિર થવાની સંભાવના છે.
સ્ટોક્સ ટૂ વોચઃ વેઇટ એન્ડ વોચ
સેક્ટર્સ ટૂ વોચઃ એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, આઇટી- ટેકનોલોજી, એનર્જી, મેટલ્સ, ફર્ટિલાઇઝર્સ
નિફ્ટી 50 માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 22,840, 23,288 અને 24,013, સપોર્ટઃ 21,390, 20,942 અને 20,217
બેંક નિફ્ટી માટે મુખ્ય લેવલ્સઃ રેઝિસ્ટન્સઃ 49,644, 50,727 અને 52,480, સપોર્ટ: 46,138, 45,055 અને 43,302
FII અને DII બન્ને મંગળવારે નેટ સેલર્સ બન્યાં
4 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) તરફથી ભારે વેચવાલી જોવા મળી હતી કારણ કે તેઓએ રૂ. 12,436.22 કરોડની ભારતીય ઇક્વિટી વેચી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ એ જ દિવસે રૂ. 3,218.98 કરોડની ઇક્વિટી વેચી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)