બજેટ સ્પેશિયાલિટી કેમિકલ્સની નિકાસને પ્રોત્સાહન આપશે.

આનંદ દેસાઇ, મેનેજિંગ ડાયરેક્ટર, અનુપમ રસાયણ લિમિટેડ

કેન્દ્રિય બજેટ 2023-24માં સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જેમાં માળખાકીય વિકાસ, ગ્રીન એનર્જી, યુવાશક્તિ અને નાણાકીય ક્ષેત્રોને મજબૂત કરવા વગેરે સામેલ છે. તે ભારતીય અર્થતંત્રને વ્યાપક સ્થિરતા પ્રદાન કરશે. આ વર્ષના બજેટમાં અમૃતકાળના પાયાની રચના અને બ્લૂપ્રિન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ભારતને આઝાદીના 100 વર્ષના મહાત્વાકાંક્ષી લક્ષ્યને હાંસલ કરવામાં મદદરૂપ બનશે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં 39,000 અનુપાલન ઘટાડવામાં આવ્યાં છે. ભારતના કેમિકલ ઉદ્યોગે વર્ષ 2022માં જીડીપીમાં 7 ટકાનું યોગદાન આપ્યું છે. તેને ધ્યાનમાં લેતાં અમને ખુશી છે કે સરકારે કેટલાંક કાચા માલ ડિનેચર ઇથાઇલ આલ્કોહોલ, એસિડ ગ્રેડ ફ્લોર્સપાર અને ક્રૂડ ગ્લિસરિન વગેરેને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપી છે. તે ભારતીય કેમિકલ કંપનીઓની એકંદર ઉત્પાદન ક્ષમતામાં વધારો કરશે. કાચા માલ સંબંધિત જાહેરાતો ઉત્પાદન વધારશે તથા વૈશ્વિક માર્કેટ્સમાં સ્પેશિયાલિટી કેમિકલ્સની નિકાસને પ્રોત્સાહન આપશે.