એચડીએફસી બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી અભીક બરુઆ

 સતત વધતા જઈ રહેલા વૈશ્વિક જોખમો અને ખાનગી કેપેક્સ સાઇકલમાં નજીવી રીકવરીને ધ્યાન પર લેતાં આ બજેટમાં એ વાતને માન્યતા આપવામાં આવી છે કે તેણે અર્થતંત્રમાં રોકાણોને વધારવા માટે અગ્રણી ભૂમિકા ભજવવી પડશે. વર્ષ 2023-2024ની મૂડીગત ખર્ચજોગવાઈને વધારીને રૂ. 10 લાખ કરોડ કરવામાં આવી છે, જે સાલ-દર-સાલ 33%નો વધારો છે. આ બજેટમાં તેના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વર્ષ 2022-2023માં જીડીપીના 6.4%થી ઘટાડીને વર્ષ 2023-2024માં જીડીપીના 5.9% કરી રાજકોષીય સ્થિતિને મજબૂત કરવાની જરૂરિયાત પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેના પરિણામસ્વરૂપ, માર્કેટ ઋણનો અપેક્ષા કરતાં ઓછો આંકડો બોન્ડ માર્કેટ માટે થોડી રાહત લાવે તેવી અપેક્ષા છે. અમારો અંદાજ છે કે, નાણાકીય વર્ષ 2023-2024માં બોન્ડમાંથી થતી 10 વર્ષની ઊપજ 7-7.1% જેટલી મધ્યમ રહેશે. આ બજેટમાં આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેનાથી અર્થતંત્રમાં વપરાશ અને બચતને પ્રોત્સાહન મળે અને આવકના પીરામિડમાં તળિયાના બ્રેકેટમાં રહેલા કરદાતાઓને લાભ થાય તેવી સંભાવના પણ છે.