બજેટથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે

વેદાંતા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલ

આ બજેટ અત્યાર સુધીના શ્રેષ્ઠ બજેટ પૈકીનું એક બજેટ છે, જે ખરાં અર્થમાં સર્વસમાવેશક છે અને સમાજના દરેક વર્ગની આકાંક્ષાઓ પૂરી કરે છે. આ ભારતની વિકાસગાથાના પ્રેરકબળો તરીકે ભારતના 1.4 અબજ લોકોની સક્ષમતા છે. હું લાંબા ગાળાના વિઝન માટે પ્રધાનમંત્રી અને નાણાં મંત્રીને અભિનંદન આપું છું, જે બજેટના સંબોધનમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે તેમજ ઘણી પ્રગતિશીલ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મૂડીગત ખર્ચ, સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇ, ગ્રીન ઊર્જા માટે પ્રોત્સાહનો, મધ્યમ વર્ગ માટે નીચા કરવેરા અને પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાની બાબતો સામેલ છે, જેનાથી મોટા પાયે રોજગારીનું સર્જન થશે અને દુનિયામાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં મોટાં અર્થતંત્ર તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત થશે.