Byju’sના નવા સીઈઓ 4500 લોકોની છટણી કરશે, અગાઉ 1000 લોકોની હકાલપટ્ટી કરી હતી
અમદાવાદ, 27 સપ્ટેમ્બરઃ દેશની સૌથી મોટા એડટેક્. સ્ટાર્ટઅપ બાયજુસના નવા સીઓ અર્જૂન મોહને 4500 લોકોની છટણી કરવાની જાહેરાત કરી છે. અગાઉ જૂનમાં 1000 લોકોની હકાલપટ્ટી કરી હતી. આ છટણીમાં વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે. ગત વર્ષે કંપનીએ 3500 લોકોને છૂટા કર્યા હતા.
આ અંગે નામ ન આપવાની શરતે સૂત્રોએ જણાવ્યુ હતું કે, “આ મુખ્યત્વે કર્મચારીઓની કામગીરી-સુધારણા યોજનાઓમાં નિષ્ફળતા તેમજ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને છૂટા કરવાની યોજનાના ભાગરૂપે છે.”
અજૂર્ન મોહને આ મામલે સિનિયર ઓફિસર સાથે ચર્ચાવિચારણા કરી હતી કે, છટણીના કારણે કેટલાક અને તેમની ટીમોને અસર થશે, જોકે હજુ સુધી કોઈને ઔપચારિક રીતે બરતરફ કરવામાં આવ્યા નથી. આ પ્રક્રિયા આ અઠવાડિયાના અંતમાં અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં જ શરૂ થવાની શક્યતા છે. કંપની રોકડની કટોકટીનો સામનો કરી રહી છે. જે ઓક્ટોબર અંત સુધી ઉકેલવાની યોજના છે.
બાયજુના પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, ‘અમે બિઝનેસ રિસ્ટ્રક્ચરિંગ કવાયતના અંતિમ તબક્કામાં છીએ. જેના દ્વારા, ઓપરેશન રિસ્ટ્રક્ચરિંગને સરળ બનાવવામાં આવશે અને કેશ મેનેજમેન્ટમાં સુધારો થશે. આગામી થોડા સપ્તાહમાં CEO અર્જુન મોહન આ પ્રક્રિયા પૂર્ણ કરશે અને નવી અને ટકાઉ કામગીરી સાથે આગળ વધશે.’