મુંબઇ, 21 નવેમ્બરઃ સીઆઇઇએલ એચઆર સર્વિસિસ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે સેબી સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. આ જાહેર ભરણામાં રૂ. 335 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 2ની મૂળ કિંમત સાથે સેલિંગ શેરહોલ્ડર્સ (“ઓફર કરાયેલા શેર્સ”) દ્વારા 4,739.336 ઇક્વિટી શેર્સ સુધીનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે.

સીઆઇઇએલ એચઆરને પંડિયારાજન કરુપ્પાસામી (સીઆઇઇએલ એચઆર ગ્રૂપના અધ્યક્ષ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર) દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. પ્રમોટર ચેરપર્સન પંડિયારાજન કરુપ્પાસામી અને પ્રમોટર ડાયરેક્ટર હેમલતા રાજન, Ma Foi મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ (“અગાઉ Ma Foi “)ના મૂળ પ્રમોટર્સ હતા, જે એક એચઆર કંપની હતી, જેને વૈશ્વિક સ્ટાફિંગ કંપની દ્વારા હસ્તગત કરવામાં આવી હતી.

સીઆઇઇએલ એચઆર સર્વિસિસ લિમિટેડ પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ તેની પેટા કંપનીઓમાં વધુ શેરહોલ્ડિંગના હસ્તાંતરણ માટે, પેટા કંપનીઓમાં રોકાણ માટે, કંપનીની વધતી કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા ઓળખ ન કરાયેલા ઇનઓર્ગેનિક હસ્તાંતરણ અને કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.

એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ, સેન્ટ્રમ કેપિટલ લિમિટેડ અને એચડીએફસી બેંક લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)