CORPORATE/ BUSINESS NEWS
ટાટા એઆઇએ લાઇફ માટે હાર્દરૂપ મૂલ્ય સ્વરૂપે ગ્રાહક કેન્દ્રિતતા જળવાઈ રહી
મુંબઈ: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ટાટા એઆઇએ)એ નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતીય જીવન વીમા કંપનીઓ વચ્ચે શ્રેષ્ઠ સાતત્યતા નોંધાવી છે. નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં કંપનીનો 13મા મહિનાનો સાતત્યતા રેશિયો (પ્રીમિયમ પર આધારિત) વધીને 87.75 ટકા થયો છે, જે 86.48 ટકા હતો. કંપનીના 25મા મહિનાનો સાતત્યતા રેશિયો હવે 79.48 ટકા છે, જે નાણાકીય વર્ષ 2020-21માં 75.84 ટકા હતો. ગયા નાણાકીય વર્ષ દરમિયાન એના વ્યક્તિગત મૃત્યુના દાવાની પતાવટનો રેશિયો વધીને 98.53 ટકા થયો હતો, જે નાણાકીય વર્ષ 2020-21માં 98.02 ટકા હતો. આ પ્રસંગે ટાટા એઆઇએ લાઇફના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નવીન તહિલ્યાનીએ કહ્યું હતું કે અમારા ઉપભોક્તાની જરૂરિયાતોને મોખરે રાખીને અમે તેમના લાભ અને સુવિધા માટે વિવિધ અદ્યતન ડિજિટલ સમાધાનો ઓફર કરીએ છીએ. અમે તેમના પસંદગીના જીવન વીમાપાર્ટનર તરીકે ઝડપ અને કુશળતા સાથે અમારા ગ્રાહકોની સેવા કરવા કટિબદ્ધ છીએ.
પીએનબી મેટલાઇફે નવો યુનિટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન પ્રસ્તુત કર્યો
નવી દિલ્હી: પીએનબી મેટલાઇફએ નવો યુલિપ પ્લાન પીએનબી મેટલાઇફ ગોલ એન્શ્યોરિંગ મલ્ટિપ્લાયર (જીઇએમ) પ્રસ્તુત કર્યો છે. આ એક એવું સોલ્યુશન છે, જે ગ્રાહકોને જીવન વીમા કવચ ઓફર કરે છે અને તેમને તેમના સ્વપ્નો સાકાર કરવા સંપત્તિનું સર્જન કરવાની સાથે પદ્ધતિસર રોકાણ કરવામાં મદદ કરે છે. પીએનબી મેટલાઇફ જીઇએમ પોલિસીની મુદ્દત દરમિયાન આ કપાયેલા ચાર્જ પરત કરશે – ફંડ મેનેજમેન્ટ ચાર્જીસ, પ્રીમિયમ એલોકેશન ચાર્જીસ અને પોલિસીની શરતો અને નિયમો મુજબ મોર્ટાલિટી ચાર્જીસ. ગ્રાહકો તેમની જોખમ ખેડવાની ક્ષમતા અનુસાર 13 વિવિધ ફંડમાંથી પસંદગી કરી શકે છે અને લક્ષ્યાંક આધારિત ફંડ મેનેજમેન્ટ વ્યૂહરચનાઓ માટે પસંદગી પણ કરી શકે છે. આ પ્લાન ટોપ-અપ ફીચર પણ ધરાવે છે, જે ગ્રાહકોને તેમનું વીમાકવચ વધારવા અને તેમના બચતના લક્ષ્યાંકોને વેગ આપવાની સુવિધા પૂરી પાડે છે.
પીએનબી મેટલાઇફ જીઇએમ ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા 5 કવરેજ વિકલ્પો ધરાવે છેઃ
• વેલ્થ – આ વિકલ્પ જીવન વીમાકવચ પ્રદાન કરે છે અને ભવિષ્યના સ્વપ્નોને સાકાર કરવા ફંડ ઊભું કરવામાં મદદ કરે છે
• વેલ્થ પ્લસ કેર – વેલ્થ પ્લસની ખાસિયત યાદીમાં સામેલ કોઈ પણ 5માંથી એક ગંભીર બિમારીના નિદાનમાં પ્રીમિયમમાંથી માફીનો લાભ આપવાની છે
• ગોલ એશ્યોર્ડ –લમ્પસમ ડેથ બેનિફિટ ચુકવે છે, મૃત્યુના કિસ્સામાં ભવિષ્યના પ્રીમિયમમાંથી માફી આપે છે અને મેચ્યોરિટી બેનિફિટ તરીકે સંચિત ફંડ પણ ચુકવે છે
• ઇન્કમ એશ્યોર્ડ – 4 ઇન 1 બેનિફિટ: લમ્પસમ ડેથ બેનિફિટ ચુકવે છે, મૃત્યુના કિસ્સામાં ભવિષ્યના પ્રીમિયમની માફી આપે છે, મેચ્યોરિટી બેનિફિટ તરીકે સંચિત ફંડની ચુકવણી કરે છે અને પરિવારને નિયમિત આવક ચુકવે છે
• સ્માર્ટ ચાઇલ્ડ – એક વિશિષ્ટ ઓફર છે, જે ગ્રાહકોને બાળકોનો શિક્ષણ માટે બચત કરવામાં અને તેમનું ભવિષ્ય નાણાકીય રીતે સુરક્ષિત કરવામાં મદદ કરે છે.
સેમ્બ્કોર્પ ઇન્ડસ્ટ્રીઝે SEILના વેચાણની જાહેરાત કરી
સિંગાપોર: સેમ્બ્કોર્પ ઇન્ડસ્ટ્રીઝ (“સેમ્બ્કોર્પ” અથવા “કંપની”)એ જાહેરાત કરી છે કે, એની સંપૂર્ણ માલિકીની પેટાકંપની સેમ્બ્કોર્પ યુટિલિટીઝ (“એસસીયુ”)એ તન્વીર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ (“તન્વીર ઇન્ફ્રાસ્ટ્રક્ચર”)ને સેમ્બ્કોર્પ એનર્જી ઇન્ડિયા લિમિટેડ (“એસઇઆઇએલ”) (“સૂચિત વેચાણ”)ના 100 ટકા શેરનું વેચાણ કરવા શેર ખરીદી સમજૂતી કરી છે. એસઇઆઇએલ ભારતમાં સૌથી મોટી સ્વતંત્ર વીજ ઉત્પાદકો પૈકીની એક છે, જે કુલ 2.6 ગીગાવોટની વીજ ઉત્પાદનક્ષમતા ધરાવતા બે અતિ મહત્વપૂર્ણ કોલસા-સંચાલિત પ્લાન્ટનું સંચાલન કરે છે. સૂચિત વેચાણ રૂ. 117 અબજ1, અંદાજે 2.1 અબજ ડોલર2ની રકમના વિચારણા પર થયું છે અને સેમ્બ્કોર્પમાંથી એસઇઆઇએલનું ડિકોન્સોલિડેશન થશે અને આ પ્રક્રિયા પૂર્ણ થતાં એની એકમાત્ર શેરધારક તન્વીર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે. એસસીયુ દ્વારા પ્રદાન કરવામાં આવશે એ ડિફર્ડ પેમેન્ટ નોટ (“ડીપીએન”) મારફતે અંતિમ રકમની ચુકવણી કરશે.
– સૂચિત વેચાણ સેમ્બ્કોર્પના પોર્ટફોલિયોને બ્રાઉનમાંથી ગ્રીન તરફ પરિવર્તનને વેગ આપશે
– વ્યવહારનું માળખું શેરધારકો માટે મૂલ્ય જાળવશે અને એસઇઆઇએલના વિવિધ શેરધારકોના હિતો જાળવશે, તો કામગીરીના સર્વોચ્ચ ધારાધોરણો અને એસઇઆઇએલમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ સુનિશ્ચિત કરશે
– સફળ અને વિશ્વસનિય લાંબા ગાળાના પાર્ટનર તરફ સાતત્યપૂર્ણ આગેકૂચ
– સેમ્બ્કોર્પ ટેકનિકલ સેવા સમજૂતી મારફતે એસઇઆઇએલની કાર્યકારી કાર્યદક્ષતા અને વિવિધ પહેલોને ટેકો આપવાનું ચાલુ રાખશે
– ગ્રીનહાઉસ વાયુની તીવ્રતા ઘટશે તેમજ ઉત્સર્જનની તીવ્રતામાં ઘટાડાના બદલામાં નાણાકીય પ્રોત્સાહનની જોગવાઈ આપશે
– સૂચિત વેચાણ સેમ્બ્કોર્પના પોર્ટફોલિયોને બ્રાઉનમાંથી ગ્રીન તરફ પરિવર્તનને વેગ આપશે
અક્ષયપાત્ર ફાઉન્ડેશને FedEx Express સાથે જોડાણ કર્યું
નવી દિલ્હી: અક્ષયપાત્ર ફાઉન્ડેશને એની ગો ગ્રીન ઇનિશિયેટિવ્સને આગળ વધારવા વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ પરિવહન કંપની FedEx Express સાથે જોડાણ કર્યું છે. FedEx Expressએ મહારાષ્ટ્રના પન્વેલમાં અક્ષય પાત્રના કિચનને સોલર પેનલ્સ અને કર્ણાટકમાં બેલારીમાં ઇલેક્ટ્રિક બાઇક્સ (ઇ-બાઇક્સ)નું દાન કર્યું છે. તેમના ટેકાથી ફાઉન્ડેશનને 25 kW વીજળી પેદા કરવામાં મદદ મળશે, પરિવહનનું પર્યાવરણને અનુકૂળ માધ્યમ અપનાવવામાં મદદ મળશે અને એનું કાર્બનનું ઉત્સર્જન ઘટશે. ઇંધણથી ચાલતા વાહનોને બદલે ઇ-બાઇક્સના સ્વીકારને પરિણામે પરિવહન ખર્ચમાં બચત થવાથી અક્ષય પાત્ર સંપૂર્ણ અકાદમિક વર્ષ માટે 2,800થી વધારે બાળકોને ભોજન પ્રદાન કરવા સક્ષમ બનશે. સંસ્થા પર્યાવરણલક્ષી વિવિધ પહેલો અપનાવીને એનું કાર્બન ઉત્સર્જન ઘટાડવા આતુર છે, જેમાં ઓર્ગેનિક કચરાને ઊર્જામાં પરિવર્તિત કરવા બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ સામેલ છે, જે 120થી 150 ક્યુબિક મેટ્રિક બાયોગેસ જનરેટ કરે છે. આ પ્લાન્ટ્સથી એલપીજી પરની નિર્ભરતા ઘટશે, તો સજીવ ખાતર પેદા થાય છે, જે રાસાયણિક ખાતરોને બદલે પર્યાવરણને વધારે અનુકૂળ છે. ફાઉન્ડેશન રસોડાના બગાડના ટ્રીટમેન્ટ, નિકાલ અને રિસાયકલ કરવા તથા પર્યાવરણમાં પ્રદૂષણને નિવારવા એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (ઇટીપી) પણ ધરાવે છે.