BPCLને નેશ. એવોર્ડઝ ફોર એક્સલન્સ 2022માં 17 એવોર્ડ

મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2022: ‘મહારત્ન’ અને ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ને બેંગલોરમાં યોજાયેલા ઇટી એસન્ટ કાર્યક્રમમાં નેશનલ એવોર્ડ્ઝ ફોર એક્સલન્સ દ્વારા વિવિધ કેટેગરીઓમાં સૌથી વધુ 17 એવોર્ડ સાથે સન્માન કરવામાં આવ્યું હતું, જેણે ઉદ્યોગની શ્રેષ્ઠ કંપનીઓ ઓએનજીસી, એનટીપીસી, ગેઇલ વગેરે સામે સ્પર્ધા કરીને આ તમામ એવોર્ડ જીત્યાં છે. ઉપરાંત રિવોર્ડિંગ ઓફ ઇનોવેશન્સના સન્માન માટે કોર્પોરેટ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને બેસ્ટ વર્કપ્લેસ પ્રેક્ટિસીસ માટે એક ખાસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ તમામ એવોરડ્ ઉદ્યોગના શ્રેષ્ઠ વ્યવસાયોને મળ્યાં છે, જેમણે ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. પ્લેટફોર્મ ટોચના માર્કેટિંગ વ્યવસાયિકો, સંસ્થાઓ અને કન્સલ્ટન્ટ્સને ઉત્કૃષ્ટતાને ઓળખવા અને બિરદાવવા અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

આઇટેલે સ્માર્ટફોન ‘વિઝન 3 ટર્બો’ રૂ. 7699માં લોંચ કર્યો

નવી દિલ્હી: આઇટેલે વધુ એક વિશેષ પ્રોડક્ટ ‘વિઝન 3 ટર્બો’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ નેકસ્ટ જનરેશન સ્માર્ટફોન રૂ. 7699માં 6GB ટર્બો રેમ અને 18W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવે છે, જે આ સેગમેન્ટમાં પ્રથમ વાર છે. આઇટેલે પ્રીમિયમ એફોર્ડેબલ એસપી વિઝન 3 ટર્બો લોંચ કર્યો, જે 3GB + 3GB turbo RAM અને 18W ફાસ્ટ ચાર્જિંગ ધરાવે છે. આઇટેલ ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલપત્રાએ જણાવ્યું હતું કે, વિઝન 3 ટર્બો 3GB + 3GB ટર્બો RAM સાથે આવે છે, જે નકામી મેમરીને એકત્ર કરીને એકંદર રનિંગ સ્પીડને સુધારે છે. વિઝન 3 ટર્બો 5000 mAh ઇન-બિલ્ટ લિ-પોલિમર બેટરીથી સજ્જ છે, જે રિવર્સ ચાર્જિંગ ધરાવે છે. વિઝન 3 ટર્બો ત્રણ કલર- મલ્ટી ગ્રીન, જ્વેલ બ્લુ અને ડીપ ઓશન બ્લુમાં ઉપલબ્ધ છે.

SBIએ ટીઅર 2 બોન્ડ્સ દ્વારા રૂ. 4000 કરોડ એકત્ર કર્યા

અમદાવાદ: દેશની ટોચની સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેસલ III કમ્પ્લાયન્ટ ટીઅર 2 બોન્ડ રૂ. 4000 કરોડ એકત્ર કર્યા છે. રૂ. 2000 કરોડના બોન્ડને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જેના પગલે પાંચ ગણી બીડ્સ અર્થાત રૂ. 9647 કરોડની બીડ એપ્લિકેશન્સ થઈ હતી. કુપન રેટ 7.57 ટકા છે. રોકાણકારોના આકર્ષક પ્રતિસાદને જોતાં બેન્કે રૂ. 2000 કરોડના ટિઅર-2 બોન્ડના બદલે રૂ. 4000 કરોડના બોન્ડ ઈશ્યૂ કર્યા છે. જેનો 15 વર્ષ માટેનો વાર્ષિક કુપન રેટ 7.57 ટકા રહેશે. જો કે, 10 વર્ષ બાદ, એનિવર્સરી ડે પર કોલ ઓપ્શનનો વિકલ્પ મળશે. 10 વર્ષના Gsec પર 14બીપીએસનો વધારાનો લાભ મળશે. જ્યારે 10 વર્ષનું SDL કટઓફ 7.69 ટકા રહેશે. 20 સપ્ટેમ્બર, 2022થી વર્ષની ગણતરી કરવામાં આવશે. સ્થાનિક રેટિંગ એજન્સીઓએ બેન્કના આ ટીઅર-2 બોન્ડને AAA (સ્થિર)નું રેટિંગ આપ્યુ હતું.

PNB હાઉસિંગ ફાઇનાન્સે S2.5 સાથે ડિજિટલને વેગ આપ્યો

અમદાવાદઃ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સનું વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ એસ 2.5 – એના હાલના ડિજિટલ પ્લેટફોર્મનું અપગ્રેડ વર્ઝન – સંપૂર્ણપણે ઓટોમેટિક, સંપૂર્ણ હોમ લોન ઓન-બોર્ડિંગ પ્રક્રિયા ઓફર કરે છે. એમાં વિવિધ ડિજિટલ માધ્યમો મારફતે ડેટા કલેક્શ, વેરિફિકેશન અને લીડ જનરેશન સામેલ છે. ગ્રાહકો વેરિફિકેશનની બેકવર્ડ ઇન્ટિગ્રેશન પ્રક્રિયાઓ સાથે પેન, આધાર સહિત તેમના વિવિધ ડોક્યુમેન્ટ, ડિજિટલ સિગ્નેચર અને જિયો-ટેગિંગ સહિત વીડિયો-આધારિત કેવાયસી ઓનલાઇન અપલોડ કરી શકે છે. આ એપ્લિકેશ, વેલિડેશન, પ્રોપર્ટીના વેરિફિકેશન અને લોનની વિગતોના ડિજિટલ ટ્રાન્સમિશન માટે કંપનીના અંડરરાઇટિંગ પ્લેટફોર્મમાં સંકલિત છે, જે શક્ય એટલા ઓછા સમયમાં અંતિમ મંજૂરી અને લોન વહેંચણી તરફ દોરી જાય છે.

બ્રાન્ડેડ કન્ઝ્યુમર ડ્યુરે. માગ ટિઅર 2 શહેરોમાં 2X વધુ

મુંબઈ: તહેવારની સિઝન શરૂ થવાથી ટિઅર-2 શહેરો અને નગરોમાં બ્રાન્ડેડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ માટેની માગ વધી છે, જે હાલ ટિઅર-1 શહેરોની સરખામણીમાં 2X છે, જેમાં એપ સમગ્ર દેશભરમાં સૌથી વધુ સર્ચ થયેલી ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ તરીકે બહાર આવી છે એવું જસ્ટડાયલના લેટેસ્ટ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે. ગયા વર્ષે તહેવારની સિઝન દરમિયાન ટિઅર-2 શહેરો અને નગરોમાં બ્રાન્ડેડ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટેની માગ ટિઅર-1ની સરખામણીમાં 1.5X હતી. આ સિઝનમાં ટિઅર-2 શહેરો અને નગરોમાં માગ મુખ્યત્વે ચંદીગઢ, લખનૌ, જયપુર, લુધિયાણા, આગ્રા, સુરત, વારાણસી, વડોદરા, પટણા અને રાંચી દ્વારા સંચાલિત હતી. ટિઅર-2 શહેરો અને નગરોમાં સ્માર્ટ ફોન્સ, એસી, રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીનો, સ્માર્ટ ટીવી અને માઇક્રોવેવ્સ માટેની માગ ટિઅર-1 શહેરો કરતાં વધી ગઈ છે. અખિલ ભારતીય સ્તરે સ્માર્ટ ફોન અને એસી માટેની માગ કુલ માગમાં લગભગ 75 ટકા હિસ્સો ધરાવે છે. કન્ઝ્યુમર ટ્રેન્ડ્સ પર જસ્ટ ડાયલના સીએમઓ પ્રસૂન કુમારે કહ્યું હતું કેઃ “ટિઅર-2 શહેરોમાં બ્રાન્ડેડ ચીજવસ્તુઓ માટેની માગ ટિઅર-1 કરતાં વધી ગઈ છે. ઇન્ટરનેટની પહોંચમાં વધારો અને વપરાશક્ષમ આવકમાં વધારો થવાથી ટિઅર-2 શહેરો ઝડપથી વૃદ્ધિ કરી રહ્યાં છે. એસી માટેની સર્ચમાં વાર્ષિક ધોરણે 15 ટકાનો વધારો થયો હતો તથા ટિઅર-2 શહેરો અને નગરોમાં માગ ટિઅર-1ની માગ કરતાં 2.5X રહી હતી.