CORPORATE/ BUSINESS NEWS
યુવાનોને રિવોર્ડ આપતી આદિત્ય બિરલા ઇન્સ્યોરન્સની હેલ્થ પોલિસી એક્ટિવ ફીટ
મુંબઈ: નોન-બેન્ક ફાઇનાન્શિયલ સર્વિસિઝ ગ્રૂપ આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (એબીસીએલ)ની હેલ્થ વીમા પેટાકંપની આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (ABHICL)એ યુવાનો અને સ્વસ્થ પુખ્તો માટે સંપૂર્ણ હેલ્થ વીમાયોજના એક્ટિવ ફિટ લોન્ચ કરી છે. ગ્રાહકના સ્વસ્થ રહેવાના પ્રયાસોને 50 ટકા હેલ્થરિટર્ન્સ સુધી રિવોર્ડ આપશે. નવી એક્ટિવ ફિટ યોજના વિશિષ્ટ ફેશિયલ સ્કેન દ્વારા આકારણીને આધારે અપફ્રન્ટ 10 ટકા ગૂડ હેલ્થ ડિસ્કાઉન્ટ, એક્ટિવ રહેવા પર 50 ટકા સુધી હેલ્થરિટર્ન્સTM અને 100 ટકા બિન્જ રિફિલ પ્રદાન કરે છે. જ્યારે પોલિસી ખરીદો, ત્યારે 10 ટકા અપફ્રન્ટ ગૂડ હેલ્થ ડિસ્કાઉન્ટ તેમજ 35 વર્ષથી ઓછી વય ધરાવતા તમામ ગ્રાહકો રિન્યૂઅલ પર અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ, પોલિસીના 4થી 7મા વર્ષ સુધી 5 ટકા અને પોલિસીના ગાળા માટે પોલિસીના 8માં વર્ષથી 10 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે તેવું આદિત્ય બિરલા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના સીઇઓ મયંક બઠવાલેએ જણાવ્યું હતું.
વોર્ડવિઝાર્ડના ઇલેક્ટ્રીક વાહનોના વેચાણમાં સપ્ટેમ્બરમાં 70 ટકાની આકર્ષક વૃદ્ધિ નોંધાઇ
વડોદરા: ટૂ-વ્હીલર બ્રાન્ડ ‘જૉય ઇ-બાઇક’નું ઉત્પાદન કરતી વોર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડએ સપ્ટેમ્બર, 2022માં 4,261 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર યુનિટનું વેચાણ કર્યું હતું અને વેચાણમાં 70 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. આ સપ્ટેમ્બર, 2021ના વેચાણની સરખામણીમાં લગભગ બમણું વેચાણ છે, જેમાં કંપનીએ 2500 યુનિટનું વેચાણ કર્યુ હતું. ઓગસ્ટ, 2022ની સરખામણીમાં માસિક ધોરણે 146 ટકાનો વધારો થયો છે. કંપનીએ ઓગસ્ટમાં 1,729 યુનિટનું વેચાણ કર્યું હતું. કંપનીના સીએમડી યતિન ગુપ્તેએ કહ્યું કે કંપનીએ નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક ગાળામાં 8,448 યુનિટનું વેચાણ કર્યું હતું, જે નાણાકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળાના 5,446 યુનિટના વેચાણથી 55 ટકા વધારે છે.