– ટેલિકોમ હેલ્થકેરને બાદ કરતાં તમામ ઇન્ડાઇસિસમાં રેડ સિગ્નલ

– મિડકેપ ઇન્ડેક્સ 1.07 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.54 ટકા ઘટ્યા

– નિફ્ટી ફરી 17000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી 16887.35 પોઇન્ટની સપાટીએ

– સેન્સેક્સ પેકની 26 સ્ક્રીપ્સમાં ઘટાડો, ડો. રેડ્ડી અને ભારતી એરટેલમાં સુધારો

– વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર ઘટાડાના પ્રત્યાઘાતના પગલે જો નિફ્ટી 16800 તોડે તો સેલિંગ પ્રેશર વધવાની દહેશત

– ડોલર સામે રૂપિયો વધુ 49 પૈસા તૂટી 81.89ની સપાટીએ, ક્રૂડમાં ઊછાળાના પગલે રૂપિયામાં વધી નરમાઇ

– નિફ્ટી માટે હવે 16840 પોઇન્ટ મહત્વની ટેકાની સપાટી રહેવાની ટેકનિકલ નિષ્ણાતોની સંભાવના

તુલસી તંતીની ખોટ પડીઃ સુઝલોન એનર્જીનો શેર ઇન્ટ્રા-ડે 10 ટકા તૂટ્યો

સુઝલોન એનર્જીના સ્થાપક એમડી ચેરમેન તુલસી તંતીના અવસાનના પગલે સોમવારે સુઝલોન એનર્જીનો શેર એક તબક્કે 10 ટકા તૂટી રૂ. 7.46 થઇ ગયો હતો. જોકે, પાછળથી રિકવરીમાં છેલ્લે 1.38 ટકા ઘટાડા સાથે રૂ. 7.89ની સપાટીએ બંધ રહ્યો હતો.

Nykaaનું એક શેર સામે પાંચ શેર બોનસ જાહેર

Nykaaએ તેના શેરધારકોને શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત ધરાવતાં એક શેર સામે પાંચ બોનસ શેર્સ ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે. જાહેરાતના પગલે કંપનીનો શેર 2.44 ટકા (રૂ. 31.10)ના ઉછાળા સાથે રૂ. 1304.90ની સપાટીએ બંધ રહ્યો હતો.

ટોપ-5 ગેઇનર્સ એટ એ ગ્લાન્સ

SecurityLTP (₹)Change% Ch.
LUPIN722.60+43.00+6.33
MOREPENLAB26.30+2.40+10.04
EIHOTEL195.75+9.60+5.16
VIPIND714.00+48.95+7.36
ZYDUSLIFE409.30+22.60+5.84

ટોપ-5 લૂઝર્સ એટ એ ગ્લાન્સ

ADANIENT3,157.15-293.85-8.51
ADANIGREEN2,076.65-182.90-8.09
ATGL3,104.65-232.35-6.96
PRICOLLTD177.55-12.50-6.58
VIJAYA431.60-29.00-6.30